________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુણ્ય વડે જીવ સ્વર્ગ પામે છે અને પાપ વડે નરક પામે છે. જે (જીવ) આ બન્નેને છોડીને આત્માને જાણે છે તે મોક્ષને પ્રાપ્ત કરે છે.
આ જ પ્રકારનો ભાવ આચાર્ય શ્રી પૂજ્યપાદે “સમાધિ શતક” માં વ્યક્ત કર્યો છે.' કુન્દ્રકુન્દ્રાચાર્યદવ પણ આ સંબંધમાં સ્પષ્ટ નિર્દેશ કરે છે:
सुहपरिणामो पुण्णं असुहो पावत्ति भणियमण्णेसु।
परिणामो णण्णगदो दुक्खक्खयकारणं समये ।। १८१ ।। પર પ્રત્યે શુભ પરિણામ પુણ્ય છે અને અશુભ પરિણામ પાપ છે. તથા પર પ્રત્યે નહીં પ્રવર્તતો એવો આત્મ-પરિણામ આગમમાં દુ:ખક્ષય (મોક્ષ )નું કારણ કહેલ છે.
पूयादिसु वयसहियं पुण्णं हि जिणेहिं सासणे भणियं ।
मोहक्खोह विहीणो परिणामो अप्पणो धम्मो ।। ८३।। જિન શાસનમાં જિનેન્દ્રદેવે એમ કહ્યું છે કે વ્રત, પૂજા આદિ પુણ્ય છે અને મોહ-ક્ષોભરહિત આત્માનો પરિણામ ધર્મ છે.
નાટક સમયસારમાં પુણ્ય-પાપને ચંડાલણીના યુગલપુત્રો (જોડિયા ભાઈ ) બતાવતાં લખ્યું છે કે જ્ઞાનીઓએ બંનેમાંથી કોઈની પણ અભિલાષા નહીં કરવી જોઈએ :જૈસે કાવ્ ચંડાલી જુગલ પુત્ર અને તિનિ,
એક દીયો બાંભનકે એક ઘર રાખ્યો હૈ બાંભન કહાયો તિનિ મધ માંસ ત્યાગ કીનો,
ચંડાલ કહાયો તિનિ મધ માંસ ચાખ્યો છે તૈસે એક વેદની કરમકે જુગલ પુત્ર,
એક પાપ એક પુન્ન નામ ભિન્ન ભાગો હૈ.
१. अपुण्यमव्रतैः पुण्यम् व्रतैर्मोक्षस्तयोर्मयः।
अव्रतानीव मोक्षार्थी व्रतान्यपि ततस्त्यजेत्।।८३।। ૨. પ્રવચનસાર ૩. અષ્ટપાહુડ (ભાવપાહુડ).
૨
Please inform us of any errors on rajesh@AtmaDharma.com