________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપચારમાત્ર માની તે વડે વસ્તુનો યથાર્થ નિર્ણય કરે તો કાર્યકારી થાય, પરંતુ જો નિશ્ચયની જેમ વ્યવહારને પણ સત્યભૂત માની વસ્તુ “આમ જ છે” એવું શ્રદ્ધાન કરે તો તે ઊલટો અકાર્યકારી થઈ જાય.
આ જ પ્રમાણે ચારેય અનુયોગોના વ્યાખ્યાનને યથાર્થ નહીં સમજવાને લીધે વસ્તુના સાચા સ્વરૂપને સમજતા નથી. તેથી ચારેય અનુયોગોના વ્યાખ્યાનની પદ્ધતિ બરાબર રીતે સમજવી જોઈએ.
દીવાન રતનચંદ- કૃપયા પ્રથમાનુયોગના વ્યાખ્યાનની પદ્ધતિ સંક્ષેપમાં સમજાવો.
પં. ટોડરમલ - પ્રથમાનુયોગમાં સંસારની વિચિત્રતા, પુણ્ય-પાપનાં ફળ, મહાપુરુષોની પ્રવૃત્તિ ઈત્યાદિ નિરૂપણ કરી જીવોને ધર્મ માં લગાડવામાં આવે છે. પ્રથમાનુયોગમાં મૂળકથાઓ તો જેવી ને તેવી જ નિરૂપવામાં આવે છે, પણ પ્રસંગોપાત જે વ્યાખ્યાન હોય છે તે કોઈ તો જેમનું તેમ હોય છે તથા કોઈ ગ્રંથકર્તાના વિચાર અનુસાર હોય છે, પરંતુ ત્યાં પ્રયોજન અન્યથા હોતું નથી. જેમકે – તીર્થકરોનાં કલ્યાણકોમાં ઈન્દ્રો આવ્યા એ તો સત્ય છે, પરંતુ ઈન્દ્ર જે પ્રકારે સ્તુતિ કરી હતી તેનું વ્યાખ્યાન જે શબ્દો વડે કર્યું, આબેહૂબ તે જ શબ્દો ન હતા, કોઈ અન્ય શબ્દો વડે સ્તુતિ કરી હતી. એ જ પ્રમાણે કોઈને પરસ્પર વાર્તાલાપ થયો હોય ત્યાં તેમને તો અન્ય પ્રકારે અક્ષરો નીકળ્યા હતા અને અહીં ગ્રન્થકર્તાએ અન્ય પ્રકારે કહ્યા, પરંતુ ત્યાં એક જ પ્રકારનું પ્રયોજન પોપેલું હોય
વળી કયાંક-કયાંક પ્રસંગરૂપ કથાઓ પણ ગ્રંથકર્તા પોતાના વિચાર અનુસાર લખે છે. જેમકે “ધર્મ પરીક્ષા” માં મૂર્ખાઓની કથા લખી, ત્યાં એ જ કથા મનોવેગે કહી હતી એવો કોઈ નિયમ નથી પરંતુ મૂર્ણપણાને પોષક જ એવી કોઈ વાર્તા કહી હુતી.
વળી પ્રથમાનુયોગમાં ધર્મબુદ્ધિ વડે કોઈ અનુચિત કાર્ય કરે તેની પણ પ્રશંસા કરવામાં આવે છે. જેમકે વિષ્ણુકુમાર મુનિએ ધર્માનુરાગ વડ મુનિઓનો ઉપસર્ગ દૂર કર્યો. મુનિપદ છોડીને આ કાર્ય કરવું યોગ્ય ન હતું, પરંતુ વાત્સલ્ય અંગની પ્રધાનતાથી
૧૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com