________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વિષ્ણુકુમારજીની પ્રશંસા કરી. પરંતુ એ છળ વડે બીજાઓએ શ્રેષ્ઠ ધર્મ છોડી નીચો ધર્મ અંગીકાર કરવો યોગ્ય નથી.
પુત્રાદિકની પ્રાપ્તિ અર્થે વા રોગ, કષ્ટ વગેરે દૂર કરવા અર્થે સ્તુતિ-પૂજનાદિક કાર્યો કરવામાં નિઃકાંક્ષિત ગુણનો અભાવ હોય છે અને નિદાન નામનું આર્તધ્યાન થાય છે, તેથી તે પાપબંધનાં જ કારણ છે; પરંતુ મોહિત થઈને તીવ્ર પાપબંધનું કારણ જે કુદેવાદિકનું સેવન તે તો ન કર્યું એમ જાણી તેની પ્રશંસા કરી છે. પરંતુ એ છળ પામીને બીજાઓએ લૌકિક કાર્યો અર્થ ધર્મસાધન કરવું યોગ્ય નથી. દીવાન રતનચંદ- કરણાનુયોગની વ્યાખ્યાન પદ્ધતિ કેવી છે?
૫. ટોડરમલ- કરણાનુયોગમાં કેવલજ્ઞાનગમ્ય વસ્તુનું વ્યાખ્યાન છે. કેવલજ્ઞાનમાં તો સર્વ લોકાલોક જણાયા છે, પરંતુ આમાં જીવને પ્રયોજનભૂત છબસ્થના જ્ઞાનમાં કાંઈક ભાવ ભાસે તેવું નિરૂપણ કર્યું છે. જેમકે-જીવોના ભાવોની અપેક્ષાએ ગુણસ્થાન કહ્યાં છે. હવે તે ભાવો તો અનંત છે, તે તો વાણી વડે વર્ણવી શકાય નહીં, તેથી ઘણા ભાવોની એક જાતિ કરી ચૌદ ગુણસ્થાન કહ્યાં
છે.
વળી કરણાનુયોગમાં પણ કોઈ ઠેકાણે ઉપદેશની મુખ્યતા સહિત વ્યાખ્યાન હોય છે, તેને સર્વથા તેમ જ ન માનવું, જેમકે છોડાવવાના અભિપ્રાયથી હિંસાદિકના ઉપાયને કુમતિજ્ઞાન કહ્યું. વાસ્તવિકપણે તો મિથ્યાષ્ટિનું સઘળુંય જ્ઞાન કુશાન છે અને સમ્યગ્દષ્ટિનું સઘળુંય જ્ઞાન સુજ્ઞાન છે.
દીવાન રતનચંદ તો ચરણાનુયોગમાં કેવા પ્રકારનું વ્યાખ્યાન હોય છે?
૫. ટોડરમલઃ- ચરણાનુયોગમાં જેમ જીવોને પોતાના બુદ્ધિગોચર ધર્મનું આચરણ થાય તેવો ઉપદેશ આપવામાં આવે છે. તેમાં વ્યવહારનયની મુખ્યતાથી વ્યાખ્યાન કરવામાં આવે છે, કેમ કે નિશ્ચય-ધર્મમાં તો કાંઈ ગ્રહણ –- ત્યાગનો વિકલ્પ જ નથી. તેથી અહીં બે પ્રકારે ઉપદેશ કરીએ છીએ-એક તો માત્ર
વ્યવહારનો અને એક નિશ્ચય સહિત વ્યવહારનો. વ્યવહાર ઉપદેશમાં તો બાહ્ય કિયાઓની જ પ્રધાનતા છે, પરંતુ નિશ્ચય સહિત વ્યવહારના ઉપદેશમાં પરિણામોની જ પ્રધાનતા છે.
૧૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com