SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૨ ] [સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા અર્થ:- જે મુનિ ઉપસર્ગ તથા તીવ્ર પરીષહ આવતાં એમ માને છે કે મેં પૂર્વજન્મમાં પાપનો સંચય કર્યો હતો તેનું આ ફળ છે, તેને (શાંતિપૂર્વક) ભોગવવું પણ તેમાં વ્યાકુલ ન થવું. જેમ કે કોઈનાં કરજે નાણાં લીધાં હોય તે જ્યારે પેલો માગે ત્યારે તેને આપી દેવાં, પણ તેથી વ્યાકુલતા શા માટે કરવી? એ પ્રમાણે માનનારને ઘણી નિર્જરા થાય છે. जो चिंतेइ सरीरं ममत्तजणयं विणस्सरं असुइं । दंसणणाणचरित्तं सुहजणयं णिम्मलं णिच्चं । । १११ । । यः चिन्तयति शरीरं ममत्वजनकं विनश्वरं अशुचिम् । दर्शनज्ञानचरित्रं शुभजनकं निर्मलं नित्यम् ।। १११ ।। અર્થ:- જે મુનિ, આ શરીરને મમત્વ-મોહનું ઉપજાવવાવાળું, વિનાશી તથા અપવિત્ર માને છે અને દર્શન-જ્ઞાન-ચારિત્રને શુભજનક (સુખ ઉપજાવનાર), નિર્મળ તથા નિત્ય માને છે તેને ઘણી નિર્જરા થાય છે. ભાવાર્થ:- શ૨ી૨ને મોહના કારણરૂપ, અસ્થિર અને અશુચિરૂપ માને તો તેનો શોચ ન રહે. અને પોતે પોતાના સ્વરૂપમાં લાગે ત્યારે નિર્જરા અવશ્ય થાય. अप्पाणं जो जिंदइ गुणवंताणं करेदि बहुमाणं । मणइंदियाण विजई स सरूवपरायणो होदि । । ११२ ।। आत्मानं यः निन्दयति गुणवतां करोति बहुमानम् । मनइन्द्रियाणां विजयी स स्वरूपपरायणो भवति ।। ११२ ।। અર્થ:- જે સાધુ પોતાના સ્વરૂપમાં તત્પર થઈ પોતે કરેલાં દુષ્કૃતોની નિંદા કરે છે, ગુણવાન પુરુષોનો પ્રત્યક્ષ કે પરોક્ષ ઘણો આદર કરે છે તથા પોતાનાં મન- ઇંદ્રિયોને જીતે છે-વશ કરે છે તેને ઘણી નિર્જરા થાય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy