________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૫૯
નિર્જરાનુપ્રેક્ષા ]
નિર્જરાના બે પ્રકાર सा पुण दुविहा णेया सकालपत्ता तवेण कयमाणा। चादुगदीणं पढमा वयजुत्ताणं हवे बिदिया।।१०४।। सा पुनः द्विविधा ज्ञेया स्वकालप्राप्ता तपसा क्रियमाणाः। चातुर्गतिकानां प्रथमा व्रतयुक्तानां भवेत् द्वितीया।। १०४ ।।
અર્થ - ઉપર કહેલી નિર્જરા બે પ્રકારની છે. એક તો સ્વકાળપ્રાસ અને બીજી તપ વડે થાય છે. તેમાં પ્રથમની સ્વકાળ પ્રાપ્ત નિર્જરા તો ચારે ગતિના જીવોને થાય છે તથા બીજી જે તપ વડે થાય છે, તે વ્રતયુક્ત જીવોને થાય છે.
ભાવાર્થ- નિર્જરા બે પ્રકારની છે. તેમાં જે કર્મ સ્થિતિ પૂરી થતાં ઉદય પામી રસ આપી ખરી જાય તેને તો સવિપાકનિર્જરા કહીએ છીએ. આ નિર્જરા તો સઘળા જીવોને થાય છે. તથા તપ વડે કર્મો અપૂર્ણ સ્થિતિએ પણ પરિપક્વ થઈ ખરી જાય તેને અવિપાકનિર્જરા કહીએ છીએ અને તે વ્રતધારીને થાય છે.
હવે નિર્જરાની વૃદ્ધિ શાથી થાય છે તે કહે છે:उवसमभावतवाणं जह जह वड्ढी हवेइ साहूणं। तह तह णिज्जर वड्ढी विसेसदो धम्मसुक्कादो।।१०५।। उपशमभावतपसां यथा यथा वृद्धिः भवति साधोः। तथा तथा निर्जरावृद्धिः विशेषतः धर्मशुक्लाभ्याम्।। १०५ ।।
અર્થ:- મુનિજનોને જેમ જેમ ઉપશમભાવ તથા તપની વૃદ્ધિ થાય છે તેમ તેમ નિર્જરાની પણ વૃદ્ધિ થાય છે. વળી ધર્મધ્યાન અને શુક્લધ્યાનથી તો વિશેષ વૃદ્ધિ થાય છે.
હવે એ વૃદ્ધિનાં સ્થાન કહે છે -
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com