SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૯ અશુચિતાનુપ્રેક્ષા] અર્થ - પૂર્વોક્ત પ્રકારે એવા અશુચિ દેહને પ્રત્યક્ષ દેખવા છતાં પણ આ મનુષ્ય ત્યાં અનુરાગ કરે છે, જાણે પૂર્વે (આવો દેહ) કદી પણ પામ્યો ન હોય એમ માનતો થકો તેને આદરે છે–સેવે છે, પણ તે મહાન અજ્ઞાન છે. હવે આ દેહથી જે વિરક્ત થાય છે તેને અશુચિભાવના સફળ છે એમ કહે છે: जो परदेहविरत्तो णियदेहे ण य करेदि अणुरायं। अप्पसरूवि सुरत्तो असुइत्ते भावणा तस्स।।८७।। यः परदेहविरक्त: निजदेहे न च करोति अनुरागम्। आत्मस्वरूपे सुरक्तः अशुचित्वे भावना तस्य।। ८७।। અર્થ:- જે ભવ્ય, પરદેહ જે સ્ત્રી આદિના દેહુ તેનાથી વિરક્ત થતો થકો નિજ દેહમાં પણ અનુરાગ કરતો નથી અને આત્મસ્વરૂપમાં ધ્યાન વડે લીન રહે છે તેને અશુચિભાવના સાર્થક થાય છે. ભાવાર્થ- કેવળ વિચારમાત્રથી જ ભાવના પ્રધાન (સાચી) નથી, પરંતુ દેહને અશુચિરૂપ વિચારવાથી જેને વૈરાગ્ય પ્રગટ થાય તેને ભાવના સત્યાર્થ કહેવાય છે. (દોહરો) સ્વપર દેહકું અશુચિ લખી, તજૈ તાસ અનુરાગ; તાકે સાચી ભાવના, સો કહીએ મહાભાગ્ય. ઇતિ અશુચિતાનુપ્રેક્ષા સમાય. * * * Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy