SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સંસારાનુપ્રેક્ષા ] [ ૩૧ देवानां अपि च सुखं मनोहरविषयैः क्रियते यदि हि। विषयवशं यत्सुखं दुखस्य अपि कारणं तत् अपि।।६१।। અર્થ:- દેવોને મનોહર વિષયોથી જો સુખ છે એમ વિચારવામાં આવે તો તે પ્રગટપણે સુખ નથી. જે વિષયોને આધીન સુખ છે તે દુઃખનું જ કારણ છે (દુઃખ જ છે ). ભાવાર્થ:- અન્ય નિમિત્તથી સુખ માનવામાં આવે તે ભ્રમ છે, કારણ કે જે વસ્તુ સુખના કારણરૂપ માનવામાં આવે છે તે જ વસ્તુ કાળાન્તરમાં દુ:ખના જ કારણરૂપ થાય છે. એ પ્રમાણે વિચાર કરતાં સંસારમાં કોઈ ઠેકાણે પણ સુખ નથી એમ કહે છે – एवं सुव्व असारे संसारे दुक्खसायरे घोरे। किं कत्थ वि अत्थि सुहं वियारमाणं सुणिच्छयदो।।६२।। एवं सुष्ठु असारे संसारे दु:खसागरे घोरे। किं कुत्र अपि अस्ति सुखं विचार्यमाणं सुनिश्चयतः।। ६२।। અર્થ:- એ પ્રમાણે સર્વ પ્રકારે અસાર એવા આ દુઃખ સાગરરૂપ ભયાનક સંસારમાં નિશ્ચયથી વિચાર કરવામાં આવે તો શું કોઈ ઠેકાણે કિંચિત્ પણ સુખ છે? અપિતુ નથી જ. ભાવાર્થ- ચારગતિરૂપ સંસાર છે અને ચારે ગતિઓ દુઃખરૂપ જ છે, તો તેમાં સુખ ક્યાં સમજવું? હવે કહે છે કે આ જીવ પર્યાયબુદ્ધિવાળો છે, તેથી તે જે યોનિમાં ઊપજે છે ત્યાં જ સુખ માની લે છે :दुक्कियकम्मवसादो राया वि य असुइकीड़ओ होदि। तत्थेव य कुणइ रइं पेक्खह मोहस्स माहप्पं ।। ६३।। दुष्कृतकर्मवशात् राजा अपि च अशुचिकीटक: भवति। तत्र एव च करोति रतिं प्रेक्षध्वं मोहस्य माहात्म्यम्।। ६३।। Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy