SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮] ( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા અર્થ:- દેવોનો ઇન્દ્ર પણ પોતાને ચવતો (મરતો) થકો રાખવાને સમર્થ હોત તો સર્વોત્તમ ભોગો સહિત જે સ્વર્ગનો વાસ તેને તે શા માટે છોડત? ભાવાર્થ- સર્વ ભોગોનું સ્થળ પોતાના વશ ચાલતું હોય તેને કોણ છોડે ? હવે પરમાર્થ (સાચું) શરણ દર્શાવે છે:दंसणणाणचरितं सरणं सेवेह परमसद्धाए। अणं किं पि ण सरणं संसारे संसरंताणं ।।३०।। दर्शनज्ञानचारित्रं शरणं सेवध्वं परमश्रद्धया। अन्यत् किं अपि न शरणं संसारे संसरताम्।।३०।। અર્થ - હે ભવ્ય ! તું પરમ શ્રદ્ધાપૂર્વક દર્શનશાનચારિત્રસ્વરૂપ (આત્માના) શરણને સેવન કર. આ સંસારમાં પરિભ્રમણ કરતા જીવોને અન્ય કોઈ પણ શરણ નથી. ભાવાર્થ- સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પોતાનું સ્વરૂપ છે અને એ જ પરમાર્થરૂપ (વાસ્તવિક-સાચું) શરણ છે, અન્ય સર્વ અશરણ છે. નિશ્ચય શ્રદ્ધાપૂર્વક એ જ શરણને પકડો-એમ અહીં ઉપદેશ છે. હવે એ જ વાતને દઢ કરે છે:अप्पा णं पि य सरणं खमादिभावेहिं परिणदो होदि। तिव्वकसायाविट्ठो अप्पाणं हणदि अप्पेण।।३१।। आत्मा ननु अपि च शरणं क्षमादिभावैः परिणतः भवति। तीव्रकषायाविष्ट: आत्मानं हिनस्ति आत्मना।।३१।। અર્થ:- ઉત્તમ ક્ષમાદિ સ્વભાવે પરિણત આત્મા જ ખરેખર શરણ છે; પણ જે તીવ્રકષાયયુક્ત થાય છે તે પોતા વડે પોતાને જ હણે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy