________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા પ્રશ્ન- એને ભોગવવામાં તો પાપ ઉત્પન્ન થાય છે તો પછી એને ભોગવવાનો ઉપદેશ અહીં શા માટે આપો છો ?
સમાધાન માત્ર સંચય કરી રાખવામાં પ્રથમ તો મમત્વ ઘણું થાય છે તથા કોઈ કારણે તે વિનાશ પામી જાય તે વખતે વિષાદ (ખેદ) ઘણો થાય છે અને વળી આસક્તપણાથી નિરંતર કપાયભાવ તીવ્ર-મલિન રહે છે, પરંતુ તેને ભોગવવામાં પરિણામ ઉદાર રહે છેમલિન રહેતા નથી; વળી ઉદારતાપૂર્વક ભોગસામગ્રીમાં ખરચતાં જગત પણ જશ કરે છે ત્યાં પણ મન ઉજ્જવલ (પ્રસન્ન) રહે છે, કોઈ અન્ય કારણે તે વિણશી જાય તો પણ ત્યાં ઘણો વિષાદ થતો નથી ઇત્યાદિ, તેને ભોગવવામાં પણ, ગુણ થાય છે; પરંતુ કૃપણને તો તેનાથી કાંઈ પણ ગુણ ( ફાયદો) નથી, માત્ર મનની મલિનતાનું જ તે કારણ છે. વળી જે કોઈ તેનો સર્વથા ત્યાગ જ કરે તો તેને કાંઈ અહીં ભોગવવાનો ઉપદેશ છે નહિ. जो पुण लच्छिं संचदि ण य भुंजदि णेय देदि पत्तेसु। सो अप्पाणं वंचदि मणुयत्तं णिप्फलं तस्स।।१३।। यः पुनः लक्ष्मी संचिनोति न च भुङ्क्ते नैव ददाति पात्रेषु। स: आत्मानं वंचयति मनुजत्वं निष्फलं तस्य।।१३।।
અર્થ- પરંતુ જે પુરુષ લક્ષ્મીનો માત્ર સંચય કરે છે પણ પાત્રોને અર્થે આપતો નથી, તથા ભોગવતો પણ નથી, તે તો માત્ર પોતાના આત્માને જ ઠગે છે; એવા પુરુષનું મનુષ્યપણું નિષ્ફળ છેવૃથા છે.
ભાવાર્થ- જે પુરુષે, લક્ષ્મી પામીને તેને માત્ર સંચય જ કરી પણ દાન કે ભોગમાં ન ખરચી, તો તેણે મનુષ્યપણું પામી શું કર્યું? મનુષ્યપણે નિષ્ફળ જ ગુમાવ્યું, અને પોતે જ ઠગાયો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com