SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬] ( [ સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા जन्म मरणेन समं सम्पद्यते यौवनं जरासहितम्। लक्ष्मी: विनाशसहिता इति सर्वं भंगुरं जानीहि।।५।। અર્થ:- હે ભવ્ય ! આ જન્મ છે તે તો મરણ સહિત છે, યૌવન છે તે વૃદ્ધાવસ્થા સહિત ઊપજે છે અને લક્ષ્મી છે તે વિનાશ સહિત ઊપજે છે; એ પ્રમાણે સર્વ વસ્તુને ક્ષણભંગુર જ જાણ! ભાવાર્થ- જેટલી અવસ્થાઓ જગતમાં છે તેટલી બધીય પ્રતિપક્ષભાવ સહિત છે છતાં આ જીવ, જન્મ થાય ત્યારે તેને સ્થિર જાણી હર્ષ કરે છે અને મરણ થાય ત્યારે તેને ગયો માની શોક કરે છે. એ પ્રમાણે ઇષ્ટની પ્રાપ્તિમાં હર્ષ, અપ્રાપ્તિમાં વિષાદ તથા અનિષ્ટની પ્રાપ્તિમાં વિષાદ અને અપ્રાપ્તિમાં હર્ષ કરે છે; એ સર્વ મોહનું માહાભ્ય છે પણ જ્ઞાનીએ તો સમભાવરૂપ રહેવું. अथिरं परियणसयणं पुत्तकलत्तं सुमित्तलावणं। गिहगोहणाइ सव्वं णवघणविंदेण सारिच्छं।।६।। अस्थिर परिजनस्वजनं पुत्रकलत्रं सुमित्रलावण्यम्। गृहगोधनादि सर्वं नवघनवृन्देन सदृशम्।।६।। અર્થ:- જેમ નવીન મેઘનાં વાદળ તત્કાળ ઉદય પામીને વિલય પામી જાય છે તેવી જ રીતે આ સંસારમાં પરિવાર, બંધુવર્ગ, પુત્ર, સ્ત્રી, ભલા મિત્રો, શરીરની સુંદરતા, ઘર અને ગોધન આદિ સમસ્ત વસ્તુઓ અસ્થિર છે. ભાવાર્થ- એ સર્વ વસ્તુને અસ્થિર જાણી તેમાં હર્ષ-વિષાદ ન કરવો. सुरघणुतडिव्व चवला इंदियविसया सुभिच्चवग्गा य। दिट्ठपणट्ठा सव्वे तुरयगया रहवरादी य।।७।। सुरधनुस्तडिद्वच्चपला इन्द्रियविषयाः सुभृत्यवर्गाश्च । दृष्टप्रणष्टा: सर्वे तुरगगजा: रथवरादयश्च ।।७।। Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy