SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્વાદશતપ ] [ ૨૮૧ पुणरवि काउं णेच्छदि तं दोसं जइ वि जाइ सयखंडं। एवं णिच्छयसहिदो पायच्छित्तं तवो होदि।। ४५४ ।। पुनः अपि कर्तुं न इच्छति तं दोषं यद्यपि याति शतखण्डम्। एवं निश्चयसहितः प्रायश्चित्तं तपः भवति।। ४५४।। અર્થ:- લાગેલા દોષનું પ્રાયશ્ચિત લઈને પાછો તે દોષને કરવા ન ઇચ્છ, પોતાના સેંકડો ખંડ થઈ જાય તોપણ તે દોષ ન કરે-એવા નિશ્ચયપૂર્વક પ્રાયશ્ચિત નામનું તપ હોય છે. ભાવાર્થ:- ચિત્ત એવું દઢ કરે કે પોતાના શરીરના સેંકડો ખંડ થઈ જાય તો પણ પહેલાં લાગેલા દોષને ફરીથી ન લગાવે, તે પ્રાયશ્ચિત્તતપ છે. जो चिंतइ अप्पाणं णाणसरूवं पुणो पुणो णाणी। विकहादिविरत्तमणो पायच्छित्तं वरं तस्स।।४५५।। यः चिन्तयति आत्मानं ज्ञानस्वरूपं पुनः पुनः ज्ञानी। विकथादिविरक्तमनाः प्रायश्चित्तं वरं तस्य।। ४५५ ।। અર્થ- જે જ્ઞાની મુનિ આત્માને વારંવાર ફરી ફરી જ્ઞાન સ્વરૂપ ચિંતવન કરે, વિકથાદિક પ્રમાદોથી વિરક્ત બની માત્ર જ્ઞાનને જ નિરંતર સેવન કરે તેને શ્રેષ્ઠ પ્રાયશ્ચિત હોય છે. | ભાવાર્થ:- નિશ્ચયપ્રાયશ્ચિત્ત આ છે કે જેમાં સર્વ પ્રાયશ્ચિત્તના ભેદો ગર્ભિત છે, અર્થાત્ પ્રમાદરહિત થઈ પોતાના શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્માનું ધ્યાન કરવું કે જેનાથી સર્વ પાપોનો પ્રલય થાય છે. એ પ્રમાણે પ્રાયશ્ચિત નામનો અંતરંગતપનો ભેદ કહ્યો. હવે ત્રણ ગાથામાં વિનયતપ કહે છે :विणओ पंचपयारो दंसणणाणे तहा चरित्ते य। बारसभेयम्मि तवे उवयारो बहुविहो णेओ।। ४५६ ।। Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy