SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૨૨૪] [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા यः वर्जयति सचित्तं दुर्जयजिह्वा अपि निर्जिता तेन । दयाभावः भवति कृतः जिनवचनं पालितं तेन ।। ३८१ ।। અર્થ:- જે શ્રાવક સચિત્તનો ત્યાગ કરે છે તેણે, જેને જીતવી કઠણ છે એવી જીહ્વાઇન્દ્રિયને જીતી, દયાભાવ પ્રગટ કર્યો તથા જિનેશ્વરદેવના વચનનું પાલન કર્યું. ભાવાર્થ:- સચિત્તના ત્યાગમાં મોટો ગુણ છે, તેનાથી જીહ્વાઇન્દ્રિયનું જીતવું થાય છે, પ્રાણીઓની દયા પળાય છે તથા ભગવાનનાં વચનનું પાલન થાય છે; કારણ કે હરિતકાયાદિ સચિત્તમાં ભગવાને જીવ કહ્યા છે એ આજ્ઞા પાલન થઈ. સચિત્તમાં મળેલી વા ચિત્તથી બંધ-સંબંધરૂપ વસ્તુ ઇત્યાદિક તેના અતિચાર છે. એ અતિચાર લગાવે નહિ તો શુદ્ધ ત્યાગ થાય અને ત્યારે જ પ્રતિમાની પ્રતિજ્ઞાનું પાલન થાય છે. ભોગોપભોગવ્રત અને દેશાવકાશિકવ્રતમાં પણ સચિત્તનો ત્યાગ કહ્યો છે પરંતુ ત્યાં નિરતિચાર-નિયમરૂપ (ત્યાગ ) નથી અને અહીં નિયમરૂપ નિરતિચાર ત્યાગ હોય છે. એ પ્રમાણે સચિત્તત્યાગ નામની પાંચમી પ્રતિમાનું વા બા ભેદોમાં છઠ્ઠા ભેદનું વર્ણન કર્યું. હવે રાત્રિ ભોજનત્યાગ નામની છઠ્ઠી પ્રતિમા કહે છે :जो चउविहं पि भोज्जं रयणीए व भुंजदे णाणी । ण य भुंजावदि अण्णं णिसिविरओ सो हवे भोज्जो ।। ३८२ ।। यः चतुर्विधं अपि भोज्यं रजन्यां नैव भुंक्ते ज्ञानी । न च भोजयति अन्यं निशिविरतः सः भवेत् भोज्यः ।। ३८२ ।। અર્થ:- જે જ્ઞાની સમ્યગ્દષ્ટિશ્રાવક રાત્રિ વિષે ચાર પ્રકારના અશન, પાન, ખાદ્ય અને સ્વાધ આહારને ભોગવતો નથી-ખાતો નથી તથા બીજાને તેવું ભોજન કરાવતો નથી તે શ્રાવક રાત્રિભોજનનો ત્યાગી હોય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy