________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૨૨૨]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
-પરલોકના ભોગોની વાંચ્છા છોડી જો એક ઉપવાસ કરે તો તે ઘણા કર્મોની નિર્જરા કરે છે, તો પછી જે પ્રોષધપ્રતિમા અંગીકાર કરી એક પક્ષમાં બે ઉપવાસ કરે તેના સંબંધમાં શું કહેવું! તે સ્વર્ગસુખ ભોગવી મોક્ષને પ્રાપ્ત થાય છે.
હવે આરંભાદિના ત્યાગ વિના ઉપવાસ કરે તેને કર્મનિર્જરા થતી નથી એમ કહે છે:
उववासं कुव्वंतो आरंभं जो करेदि मोहादो । सो णियदेहं सोसदि ण झाडए कम्मलेसं पि ।। ३७८ ।।
उपवासं कुर्वन् आरम्भं यः करोति मोहात् । सः निजदेहं शोषयति न उज्झति कर्मलेशं अपि ।। ३७८ ।
અર્થ:- જે ઉપવાસ કરીને ઘરકાર્યના મોહથી ઘર સંબંધી આરંભ કરે છે તે પોતાના દેહને (માત્ર) સૂકવે છે પણ તેને લેશમાત્ર કર્મનિર્જરા થતી નથી.
ભાવાર્થ:- જે વિષય-કષાય છોડયા વિના કેવળ આહારમાત્ર જ ત્યાગ કરે છે અને સમસ્ત ઘરકાર્ય કરે છે તે પુરુષ માત્ર દેહને જ સૂકવે છે, તેને લેશમાત્ર પણ કર્મનિર્જરા થતી નથી.
હવે સચિત્તત્યાગપ્રતિમા કહે છે:
सच्चित्तं पत्तफलं छल्ली मूलं च किसलयं बीयं । जो ण य भक्खदि णाणी सचित्तविरदो हवे सो दु ।। ३७९ ।।
सचित्तं पत्रं फलं त्वक् मूलं च किशलयं बीजम् । यः न च भक्षयति ज्ञानी सचित्तविरतः भवेत् सः तु ।। ३७९ ।।
અર્થ:- જે જ્ઞાની સમ્યગ્દષ્ટિશ્રાવક પત્ર, ફળ, છાલ, મૂળ, કુંપળ અને બીજ એ ચિત્તને ભક્ષણ કરતો નથી તેને સચિત્ત-વિરતિશ્રાવક કહે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com