SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ધર્માનુપ્રેક્ષા ] [ ૨૨૧ વંદનાદિ કરી-જિનપૂજનવિધાન કરી, ત્રણ પ્રકારના પાત્રોનું પડગાહન કરી તેમને ભોજન કરાવી પછી પોતે ભોજન કરે તેને પ્રોષધપ્રતિમા હોય છે. ભાવાર્થ:- પહેલાં શિક્ષાવ્રતમાં પ્રોષધની વિધિ કહી હતી તે અહીં પણ જાણવી. ગૃહવ્યાપાર-ભોગઉપભોગની સમસ્ત સામગ્રીનો ત્યાગ કરી એકાન્તમાં જઈ સોળ પહોર ધર્મધ્યાનમાં વ્યતીત કરે, અને અહીં વધારામાં આટલું સમજવું કે ત્યાં સોળ પહોરના વખતનો નિયમ કહ્યો નહોતો-અતિચારાદિ દોષ પણ લાગતા હતા, પરંતુ અહીં તો પ્રતિમાની પ્રતિજ્ઞા છે તેથી સોળ પહોરના ઉપવાસનો નિયમ કરી અતિચાર રહિત પ્રોષધ કરે છે. આ પ્રોષધપ્રતિમાના પાંચ અતિચાર છેઃ જે વસ્તુ જે સ્થાનમાં રાખી હોય તેને ઉઠાવવી–મુકવી, સુવાબેસાવાનું સંસ્તરણ કરવું, એ બધું વગર દેખે જાણે યત્નરહિત કરવું, આ પ્રમાણે ત્રણ અતિચાર તો આ, તથા ઉપવાસમાં અનાદર-અપ્રીતિ કરવી અને ક્રિયાકર્મનું વિસ્મરણ કરવું આ પાંચ અતિચાર લાગવા દે નહિ. (તે નિરતિચાર પ્રોષધોપવાસપ્રતિમા છે). હવે પ્રોષધનું માહાત્મ્ય કહે છે: एकं पि णिरारंभ उववासं जो करेदि उवसंतो। बहुभवसंचियकम्मं सो णाणी खवदि लीलाए ।। ३७७ ।। एकं अपि निरारम्भं उपवासं यः करोति उपशान्तः। बहुभवसञ्चितकर्म सः ज्ञानी क्षपति लीलया ।। ३७७।। અર્થ:- જે જ્ઞાની સમ્યગ્દષ્ટિ, આરંભનો ત્યાગ કરી ઉપશમભાવ-મંદકષાયરૂપ થઈને એક પણ ઉપવાસ કરે છે તે ઘણા ભવોનાં સંચિત કરેલાં-બાંધેલાં કર્મોને લીલામાત્રમાં ક્ષય કરે છે. ભાવાર્થ:- કષાય, વિષય અને આહારનો ત્યાગ કરી, આલોક Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy