________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[ ૧૮૧
ગૌણના ભેદને (રહસ્યને ) સમ્યગ્દષ્ટિ જાણે છે.
મિથ્યાદષ્ટિ અનેકાન્તવસ્તુને જાણતો નથી પણ સર્વથા એક ધર્મ ઉ૫૨ દૃષ્ટિ પડતાં તેને જ સર્વથારૂપ વસ્તુ માની અન્ય ધર્મોને કાં તો સર્વથા ગૌણ કરી અસત્યાર્થ માને છે અને કાં તો અન્ય ધર્મોનો સર્વથા અભાવ જ માને છે-મિથ્યાશ્રદ્ધાનને દઢ કરે છે. અને તે મિથ્યાત્વ નામની કર્મ-પ્રકૃતિના ઉદયથી યથાર્થ શ્રદ્ધા થતી નથી તેથી એ પ્રકૃતિના કાર્યને પણ મિથ્યાત્વ જ કહેવામાં આવે છે. એ પ્રકૃતિનો અભાવ થતાં તત્ત્વાર્થોનું યથાર્થ શ્રદ્ધાન થાય છે તે આ અનેકાન્તવસ્તુમાં પ્રમાણ નયથી સાતભંગ દ્વારા સાધવામાં આવે તે સમ્યક્ત્વનું કાર્ય છે. તેથી તેને પણ સમ્યક્ત્વ જ કહેવામાં આવે છે એમ જાણવું.
જૈનદર્શનની કથની અનેક પ્રકારથી છે તેને અનેકાન્તરૂપ સમજવી અને તેનું ફળ અજ્ઞાનનો નાશ થઈ ઉપાદેયની બુદ્ધિ તથા વીતરાગતાની પ્રાપ્તિ છે. આ કથનનો મર્મ (રહસ્ય ) પામવો મહાભાગ્યથી બને છે. આ પંચમ કાળમાં હાલ આ કથનીના વક્તા ગુરુનું નિમિત્ત સુલભ નથી. તેથી શાસ્ત્રને સમજવાનો નિરંતર ઉધમ રાખી (શાસ્ત્રને યથાર્થ) સમજવું યોગ્ય છે; કારણ કે મુખ્યપણે તેના આશ્રયે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. જોકે જિતેંદ્ર-પ્રતિમાનાં દર્શન તથા પ્રભાવના અંગનું દેખવું ઇત્યાદિ સમ્યક્ત્વની પ્રાપ્તિનાં કારણો છે તોપણ શાસ્ત્રશ્રવણ કરવું, ભણવું, તેનું ચિંતવન કરવું, ધારણ કરવું તથા હેતુ-યુક્તિપૂર્વક સ્વમત-પરમતના ભેદને ( તફાવતને ) જાણી, નયવિવક્ષા સમજી, વસ્તુના અનેકાન્તસ્વરૂપનો નિશ્ચય કરવો એ મુખ્ય કારણ છે. તેથી ભવ્યજીવોએ તેનો (આગમના અભ્યાસનો) ઉપાય નિરંતર રાખવો યોગ્ય છે.
હવે સમ્યગ્દષ્ટિ થતાં અનંતાનુબંધીકષાયનો અભાવ થઈ તેના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com