________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા]
[૧૪૫ मनःपर्ययविज्ञानं अवधिज्ञानं च देशप्रत्यक्षम्। मतिश्रुतज्ञानं क्रमशः विशदपरोक्षं परोक्षं च।। २५७।।
અર્થ - મન:પર્યયજ્ઞાન તથા અવધિજ્ઞાન એ બને તો દેશપ્રત્યક્ષ છે; મતિજ્ઞાન છે તે વિશદ એટલે પ્રત્યક્ષ પણ છે તથા પરોક્ષ પણ છે, તથા શ્રુતજ્ઞાન છે તે પરોક્ષ જ છે.
ભાવાર્થ:- મન:પર્યયજ્ઞાન-અવધિજ્ઞાન છે તે એકદેશપ્રત્યક્ષ છે કારણ કે જેટલો પોતાનો વિષય છે તેટલાને તો વિશદ-સ્પષ્ટ જાણે છે; સર્વને જાણતું નથી માટે તેને એકદેશ કહીએ છીએ. મતિજ્ઞાન છે તે ઇન્દ્રિય-મનથી ઊપજે છે માટે વ્યવહારથી ઇન્દ્રિયના સંબંધથી તેને વિશદ પણ કહીએ છીએ; એ પ્રમાણે તે પ્રત્યક્ષ પણ છે; પરંતુ પરમાર્થથી તો તે પરોક્ષ જ છે. તથા શ્રુતજ્ઞાન છે તે પરોક્ષ જ છે કારણ કે તે વિશદ-સ્પષ્ટ જાણતું નથી.
હવે ઇન્દ્રિયજ્ઞાન યોગ્ય વિષયને જાણે છે એમ કહે છે:इंदियजं मदिणाणं जोग्गं जाणेदि पुग्गलं दव्वं । माणसणाणं च पुणो सुयविसयं अक्खविसयं च।। २५८ ।। इन्द्रियजं मतिज्ञानं योग्यं जानाति पुद्गलं द्रव्यम्। मानसज्ञानं च पुनः श्रुतविषयं अक्षविषयं च।। २५८ ।।
અર્થ- ઇન્દ્રિયોથી ઉત્પન્ન જે મતિજ્ઞાન છે તે પોતાને યોગ્ય વિષય જે પુદગલદ્રવ્ય તેને જાણે છે. જે ઇન્દ્રિયનો જેવો વિષય છે તેવો જ જાણે છે. મનસંબંધી જ્ઞાન છે તે શ્રુતવિષય (અર્થાત્ શાસ્ત્રવચનને સાંભળે છે, તેના અર્થને જાણે છે) તથા ઈન્દ્રિયથી જાણવામાં આવે તેને પણ જાણે છે.
હવે ઇન્દ્રિયજ્ઞાનના ઉપયોગની પ્રવૃત્તિ અનુક્રમથી છે એમ કહે છે:
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com