SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates લોકાનુપ્રેક્ષા ] [ ૧૩૭ થાય જ છે, એવો ગુણ છે. તેવી રીતે બધાંય દ્રવ્યોમાં પોતપોતાના સાધારણ (સામાન્ય ) તથા અસાધારણ (વિશેષ ) ગુણો સમજવા. હવે કહે છે કે દ્રવ્ય, ગુણ અને પર્યાયોનું એકપણું છે તે જ ૫રમાર્થે વસ્તુ છેઃ सो वि विणस्सदि जायदि विसेसरूवेण सव्वदव्वेसु । दव्वगुणपज्जयाणं एयत्तं वत्थु सः अपि विनश्यति जायते विशेषरूपेण सर्वद्रव्येषु । द्रव्यगुणपर्यायाणां एकत्वं वस्तु परमार्थं ।। २४२ ।। પરમત્નું।।૨૪૨।। અર્થ:- સર્વ દ્રવ્યોમાં જે ગુણ છે તે પણ વિશેષરૂપથી ઊપજેવિણશે છે. એ પ્રમાણે દ્રવ્ય-ગુણ-પર્યાયોનું એકપણું છે અને તે જ ૫૨માર્થભૂત વસ્તુ છે. ભાવાર્થ:- ગુણનું સ્વરૂપ એવું નથી કે જે વસ્તુથી ભિન્ન જ હોય-નિત્યરૂપ સદા રહે છે. ગુણ-ગુણીને કથંચિત્ અભેદપણું છે તેથી જે પર્યાય ઊપજે-વિણસે છે તે ગુણ-ગુણીનો વિકાર છે (વિશેષ આકાર છે). એટલા માટે ગુણને પણ ઊપજતા- વિણસતા કહીએ છીએ. એવું જ નિત્યાનિત્યાત્મક વસ્તુનું સ્વરૂપ છે. એ પ્રમાણે દ્રવ્યગુણ-પર્યાયોની એકતા એ જ ૫૨માર્થભૂત વસ્તુ છે. હવે આશંકા થાય છે કે-દ્રવ્યોમાં પર્યાય વિદ્યમાન ઊપજે છે કે અવિદ્યમાન ઊપજે છે? એવી આશંકાનું સમાધાન કરે છે: जदि दव्वे पज्जाया वि विजमाणा तिरोहिदा संति । ता उप्पत्ति विहला पडपिहिदे देवदत्तिव्व ।। २४३ ।। Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy