________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩) ધર્મ-અનુપ્રેક્ષા : મોહ અને ક્ષોભ રહિત આત્માની નિર્મળ પરિણતિ “ધર્મ' છે. ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. સ્વાનુભૂતિયુક્ત નિજ શુદ્ધાત્મદર્શન વિના શ્રાવકધર્મ કે મુનિધર્મ-કોઈ ધર્મ સંભવી શકતો નથી. શ્રાવકધર્મના દર્શનપ્રતિમા આદિ અગિયાર ભેદ છે અને મુનિધર્મના ઉત્તમ ક્ષમા આદિ દસ ભેદ છે. શ્રાવકધર્મ મોક્ષનું પરંપરાએ કારણ છે અને મુનિધર્મ સાક્ષાત્ કારણ છે. માટે શુદ્ધ પરિણતિમાં શ્રાવકધર્મથી આગળ વધી જે મુનિધર્મમાં પ્રવૃત્ત થાય છે તે અત્યારસન્નભવ્યજીવ શીધ્ર મોક્ષ પ્રાપ્ત કરે છે. સમ્યગ્દષ્ટિ શ્રાવક કે મુનિનો જે વ્રતાદિ શુભપ્રવૃત્તિરૂપ આચારધર્મ છે તે પરમાર્થ “ધર્મ” નથી. પરંતુ નીચલી દશામાં નિર્મળ પરિણતિ સાથે તે હઠ વિના સહજ વર્તતો હોવાથી તેને ઉપચારથી “ધર્મ' કહેવામાં આવે છે. માટે શુભાસ્રરૂપ વ્રતાદિમય શ્રાવકધર્મ કે મુનિધર્મ-બંને ધર્મોમાં મધ્યસ્થ ભાવના રાખીને નિરંતર શુદ્ધ આત્માનું ચિંતન કરવું.
અહો ! પરમ વૈરાગ્યની જનની એવી આ બાર અનુપ્રેક્ષાઓનો મહિમા શું કથી શકાય ! આ બાર અનુપ્રેક્ષાઓ જ ખરેખર પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ, આલોચના અને સમાધિ વગેરે છે. માટે આ અનુપ્રેક્ષાઓનું નિરંતર ચિંતન કરવું જોઈએ. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે નિશ્ચય અને વ્યવહારથી કથવામાં આવેલી આ અનુપ્રેક્ષાઓનું જે શુદ્ધ મનથી ચિંતવન કરે છે તે પરમ નિર્વાણને પામે છે.
પ્રાકૃતભાષામાં નિબદ્ધ ૪૯૧ ગાથા દ્વારા “સ્વામી કુમાર મુનિરાજે આ કાર્તિકેયાનુપ્રેક્ષામાં અનિત્યાદિ બાર ભાવનાઓની સાથે સાથે, તેમની સાથે બંધબેસતા અનેક વિષયોનું ઘણી જ સુંદર અને સુગમ રીતે નિરૂપણ કર્યું છે. તે તે વિષયનું નિરૂપણ કરનારી ગાથાઓની ભાષા એટલી સરળ, સ્પષ્ટ, મધુર અને તળસ્પર્શી છે કે એકાગ્રચિત્તે અધ્યયન કરનારને તેમાં ભરેલા, જ્ઞાન-વૈરાગ્યને સીંચનારા, ભાવોથી હૃદય આદ્યાદિત થઈ જાય છે. અધ્રુવ આદિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com