________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨) તે, ચારેય ગતિઓના જીવોને હોય છે, અને અવિપાક નિર્જરા અંદર શુદ્ધ પરિણતિયુક્ત જ્ઞાનીને, વિશેષતઃ વ્રતી જીવોને તપ દ્વારા, થાય છે. પરમાર્થનયે ત્રિકાળશુદ્ધ જીવને નિર્જરા પણ નથી, તેથી દ્રવ્ય દષ્ટિએ આત્માને સદા નિર્જરાભાવથી રહિત એકરૂપ પૂર્ણ શુદ્ધ ચિંતવવો જોઈએ.
લોક-અનુપ્રેક્ષા : જીવાદિ પદાર્થોનો સમૂહ તે લોક છે. લોકના ત્રણ વિભાગ છે. અધોલોક, મધ્યલોક અને ઊર્ધ્વલોક. નીચે સાત નરક, મધ્યમાં અસંખ્યાત દ્વીપ-સમુદ્ર અને ઉપર ત્રેસઠ ભેદ સહિત સ્વર્ગ છે, અને સૌથી ઉપર મોક્ષ છે. અશુભોપયોગથી નરક અને તિર્યંચ ગતિ પ્રાપ્ત થાય છે, શુભોપયોગથી દેવ અને મનુષ્ય ગતિનાં સુખ મળે છે અને શુદ્ધોપયોગથી જીવને મોક્ષ પ્રાપ્ત થાય છે. તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ.”—આ રીતે લોકના સ્વરૂપનો વિચાર કરવો જોઈએ.
બોધિદુર્લભ-અનુપ્રેક્ષા : સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન ને સમ્યફચારિત્રની એકતારૂપ શુદ્ધ પરિણતિ “બોધિ' છે; તેની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. તેની દુર્લભતાનો વારંવાર વિચાર કરવો તે બોધિદુર્લભ-અનુપ્રેક્ષા છે. કર્મોદયજન્ય પર્યાયો તેમ જ ક્ષાયોપથમિક જ્ઞાન હેદ્ય છે અને કર્મનિરપેક્ષ ત્રિકાળશુદ્ધ નિજ આત્મદ્રવ્ય ઉપાદેય છેએવો અંતરમાં દઢ નિર્ણય તે સમ્યજ્ઞાન છે. જ્ઞાયકસ્વભાવી નિજ આત્મદ્રવ્ય “સ્વ” છે અને બાકી બધું-દ્રવ્યકર્મ, ભાવકર્મ ને નોકર્મ“પર” છે. આ રીતે સ્વ-પરના ને સ્વભાવ-વિભાવના સ્વરૂપનું ચિંતવન કરવાથી હેય-ઉપાદેયનું જ્ઞાન થાય છે, અર્થાત્ સમસ્ત પરદ્રવ્ય ને પરભાવ ય છે અને સ્વદ્રવ્ય ઉપાદેય છે. નિશ્ચયનયે યઉપાદેયના વિકલ્પ પણ આત્માનું સ્વરૂપ નથી. મુનિરાજ ભવનો અંત લાવવા માટે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાત્મક “બોધિ ”નું વારંવાર અનુપ્રેક્ષણ કરે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com