________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા અર્થ:- રૂપ-રસ-ગંધ-સ્પર્શાદિ પરિણામસ્વરૂપે, જે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરવા યોગ્ય છે કે, સર્વ પુદ્ગલ દ્રવ્ય છે અને તે સંખ્યા અપેક્ષાએ જીવરાશિથી અનંત ગણાં દ્રવ્ય છે.
હવે પુદ્ગલદ્રવ્યને જીવનું ઉપકારીપણું કહે છે :जीवस्स बहुपया उवयारं कुणदि पुग्गलं दव्वं। देहं च इंदियाणि य वाणी उस्सासणिस्सासं।। २०८ ।। जीवस्य बहुप्रकारं उपकारं करोति पुद्गलं द्रव्यं । देहं च इन्द्रियाणि च वाणी उछासनिःश्वासम्।। २०८ ।।
અર્થ- પુદ્ગલ દ્રવ્ય જીવને ઘણા પ્રકારનો ઉપકાર કરે છે; દેહ કરે છે, ઇંદ્રિયો કરે છે, વચન કરે છે તથા ઉચ્છવાસ-નિશ્વાસ કરે છે.
ભાવાર્થ- સંસારી જીવોના દેહાદિક, પુદ્ગલદ્રવ્યોથી રચાયેલા છે અને એ વડે જીવનું જીવિતવ્ય છે એ ઉપકાર છે. अण्णं पि एवमाई उवयारं कुणदि जाव संसारं। मोह-अणाणमयं पि य परिणामं कुणदि जीवस्स।। २०९ ।।
अन्यमपि एवमादि उपकारं करोति यावत् संसारम्। मोहज्ञानमयं अपि च परिणामं करोति जीवस्य।। २०९ ।।
અર્થ - ઉપર કહ્યા ઉપરાંત પુદ્ગલ દ્રવ્ય જીવને અન્ય પણ ઉપકાર કરે છે. જ્યાં સુધી આ જીવને સંસાર છે ત્યાં સુધી ઘણા પરિણામ કરે છે. જેમ કે-મોહપરિણામ, પરદ્રવ્ય સાથે મમત્વપરિણામ, અજ્ઞાનમય પરિણામ તથા એ જ પ્રમાણે સુખ-દુ:ખ, જીવન-મરણ આદિ અનેક પ્રકારના (પરિણામ) કરે છે. અહીં “ઉપકાર' શબ્દનો અર્થ “જ્યારે ઉપાદાન કાર્ય કરે ત્યારે નિમિત્તકારણમાં કર્તાપણાનો આરોપ કરવામાં આવે છે.” એવો અર્થ સર્વત્ર સમજવો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com