SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates લોકાનુપ્રેક્ષા ] [ ૭૭ તેનાથી સર્વત્ર ભરેલો છે; વળી ત્રસ જીવો ત્રસનાડીમાં જ છે બહાર નથી. ભાવાર્થ:- સમાન પરિણામની અપેક્ષાએ ઉપયોગ લક્ષણવાન જીવદ્રવ્ય સામાન્યપણે એક છે તોપણ વસ્તુ ( જીવો ) ભિન્નપ્રદેશપણાથી પોતપોતાના સ્વરૂપ સહિત જુદી જુદી અનંત છે. તેમાં જે એકેન્દ્રિય છે તે તો સર્વલોકમાં છે તથા બેઇદ્રિય, ત્રણઇન્દ્રિય, ચારદ્રિય અને પંચેન્દ્રિય ત્રસજીવો છે તે ત્રસનાડીમાં જ છે. હવે બાદર–સૂક્ષ્માદિ ભેદ કહે છે : पुण्णा वि अपुण्णा वि य थूला जीवा हवंति साहारा । छविहसुहुमा जीवा लोयायासे वि सव्वत्थ ।। १२३ ।। पूर्णाः अपि अपूर्णाः अपि च स्थूलाः जीवाः भवन्ति साधाराः । षड्विधसूक्ष्मा: जीवाः लोकाकाशे अपि સર્વત્ર।।૨૩।। અર્થ:- જે જીવ આધા૨ સહિત છે તે તો સ્થૂલ એટલે બાદર છે, અને તે પર્યાપ્ત છે તથા અપર્યાસ પણ છે; તથા જે લોકાકાશમાં સર્વત્ર અન્ય આધાર રહિત છે તે જીવ સૂક્ષ્મ છે. તેના છ પ્રકાર છે. હવે બાદર તથા સૂક્ષ્મ કોણ કોણ છે તે કહે છે : पुढवीजलग्गिवाऊ चत्तारि वि होंति बायरा सुहुमा । साहारणपत्तेया वणफदी पंचमा યુવિજ્ઞ।।। ૧૨૪।। पृथ्वीजलाग्निवायवः चत्वारः अपि भवन्ति बादराः सूक्ष्माः । साधारणप्रत्येकाः वनस्पतयः पंचमा: દ્વિવિધા: ૬૨૪ ।। અર્થ:- પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ એ ચાર તો બાદર પણ છે તથા સૂક્ષ્મ પણ છે, તથા પાંચમી વનસ્પતિ છે તે પ્રત્યેક અને સાધારણ-એવા ભેદથી બે પ્રકારની છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy