________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભ્રાંતિખંડન દષ્ટાંત ] લાગ્યો તે સમયે નાટક જોવાવાળી પુરુષમંડળી કહે છે કે- “અહો હો ! શું સુંદર સ્ત્રી છે?' એવાં સભામંડળનાં વચન સાંભળીને તે સ્ત્રી (સ્વાંગી પુરુષ) પોતે પોતાના દિલમાં જાણે છે –માને છે કે- “હું મૂળથી જ સ્ત્રી નથી પરંતુ આ સભામંડળના પુરુષો મારા સ્વભાવ ગુણ-લક્ષણને તો જાણતા નથી, માત્ર વગર સમજે જ તેઓ મને સ્ત્રી કર્યું છે –જાણે છે પણ એ વૃથા છે' એ જ પ્રમાણે સ્વસ્વભાવ સમ્યજ્ઞાનમય સમ્યગ્દષ્ટિ પોતે પોતાના અંત:કરણમાં આમ નિશ્ચયથી સમજે છે–માને છે કે આ બાહ્યદષ્ટિવાન (લોક) મને સ્ત્રી-પુરુષ નપુંસકાદિક માને છે જાણે છે-કહે છે પણ તે વૃથા છે, કારણ કે મારો સ્વભાવ સમ્યજ્ઞાન છે, તે તો ન સ્ત્રી છે-ન પુરુષ છે કે ન નપુંસકાદિક છે, અર્થાત્ કોઈપણ કિંચિત્માત્ર સ્વાંગ મારા સ્વસ્વરૂપ સમ્યજ્ઞાનની સાથે તન્મયરૂપ નથી.
જેમ એક પુરુષ તો નિર્મળ જળના ભરેલા તળાવ કિનારે બેસીને ઇચ્છા પ્રમાણે દરરોજ નિર્મળ જળ પીને સુખી છે તથા બીજા કોઈ પુરુષ તે તળાવથી લાખ યોજન દૂર જુદો એક ક્ષિરોદધિ સમુદ્ર કે જે નિર્મળજળથી ભરેલો છે તેના કિનારે બેસીને ઇચ્છાનુસાર નિર્મળજળ પીને સુખી છે, એ જ પ્રમાણે સંસારમાં પૂર્વકર્મ પ્રયોગથી કિંચિત્ સંખ્યા પ્રમાણ કાળ સુધી રહેવાવાળા સમ્યગ્દષ્ટિનું તથા સંસારથી ભિન્ન મોક્ષ છે તેમાં રહેવાવાળા સ્વસમ્યજ્ઞાનમય સિદ્ધપરમેષ્ઠિનું, એમ બન્નેનુ સુખ સરખું-સમાન છે.
જેમ દૂધના ભરેલા કળશમાં એક નીલમણિ રત્ન નાખવાથી તે દૂધનો તથા નીલમણિરત્નનો રંગ એક જ સરખો નીલમણિરત્નના તેજ જેવો સમાન ભાસે છે, તે જ પ્રમાણે જ્ઞાન અને જ્ઞયનો એક સરખો ભાસ થાય છે પરંતુ જ્ઞાન અજ્ઞાન કદી કોઈ પ્રકારથી પણ એક તન્મયરૂપ થતાં નથી.
જેમ માટીના ઘડામાં ઘી ભર્યું હોય તેથી તે ઘડાને (લોકો ) ઘીનો ઘડો કહે છે, ભલા ભલે કહો! પરંતુ માટીનો ઘટ માટીમય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com