________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦ ]
( [ સમ્યજ્ઞાન દીપિકા પાપથી પણ ભલું થતું નથી તથા પુણ્યથી પણ ભલું થતું નથી.
પ્રશ્ન:- પાપ-પુણ્ય કરવા કે ન કરવાં?
ઉત્તર:- પાપ-પુણ્યની સાથે અગ્નિ-ઉષ્ણતાવત્ એક તન્મય બનીને પાપ પુણ્ય કરે છે તે મૂર્ખ મિથ્યાષ્ટિ છે તથા જેમ સૂર્યથી અંધકાર ભિન્ન છે તે જ પ્રમાણે કોઈ પાપ પુણ્યથી ભિન્ન થઈને પછી પૂર્વકર્મપ્રયોગવશાત્ પાપ-પુણ્ય કરે છે તે જ્ઞાની, સમ્યજ્ઞાનદષ્ટિ છે.
જેમ વૈશાખ-જેઠ માસમાં મધ્યાહ્નકાળમાં સૂર્યના પ્રકાશમાં મારવાડની ભૂમિમાં મૃગમરિનું જળ દેખાય છે, તે જ પ્રમાણે સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયસૂર્યના પ્રકાશમાં આ લોકાલોક (મૃગમરિચના જળ જેવું ) જ્ઞાનને દેખાય છે.
અભેદમાં અનેક ભેદ અભેદથી તન્મયી છે, જેમ-વૃક્ષ અભેદ છે, તેનાથી તન્મયી અનેક ભેદ-મૂળ, શાખા, લઘુશાખા, ફળ, પુત્ર છે, વળી એ ફળમાં અનેક ફળ છે, એ અનેક ફળમાં અનેક વૃક્ષ છે, એ એક વૃક્ષમાં અનેક નાની-મોટી શાખા આદિ અનંત ભેદ છે, તે જ પ્રમાણે સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમય જિનેન્દ્રમૂળમાં અનંત જીવરાશિ ભેદ છે તે જિનેન્દ્રથી તન્મયી-અભેદ છે.
જેમ ગંગા-જમનાદિક નદી સમુદ્રની સાથે મળી છે, તે જ પ્રમાણે ગુરુઉપદેશ પામીને સમ્યગ્દષ્ટિ જીવ જિનેન્દ્ર સાથે તન્મયરૂપે મળે છે.
જેમ એક સુવર્ણથી અનેક નામરૂપ જે કડું, વીંટી, કંઠી, દોરો, મહોર, કંચન, કનક, હેમ આદિ છે તે તન્મયવત્ છે તે, જ પ્રમાણે સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમય સ્વભાવવસ્તુમાં આ જિનેન્દ્ર, શિવ, શંકર, બ્રહ્મા, વિષ્ણુ, નારાયણ, હરિહર, મહેશ્વર, પરમેશ્વર, ઈશ્વર જગન્નાથ અને મહાદેવ આદિ અનંત નામ તન્મયવત્ છે.
જેમ કોઈ પુરુષ, સ્ત્રીનાં કપડાં-આભૂષણાદિક ઘારણ કરીને અર્થાત્ સુંદર દેવાંગના જેવો બનીને નાટકની રંગભૂમિ ઉપર નાચવા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com