________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભ્રાંતિખંડન દષ્ટાંત ]
[ ૫૯ સ્વાંગ ધરનારો પુરુષ નાટકની રંગભૂમિમાંથી નીકળીને યથાવત્ એટલે જેવો હતો તેવો બનીને રહે છે, તે જ પ્રમાણે આ લોકાલોક રંગભૂમિમાં જીવ-અજીવ (બન્ને) પુષ્પ-સુગંધની માફક એક બનીને ચોરાશી લાખ યોનિમાં નાચે છે. તેને જ્ઞાતા સદ્ગુરુએ કહ્યું કે તું તો જેમાં જ્ઞાનગુણ તન્મયરૂપ છે તે જ તું છે, આ મનુષ્ય દેવ-તિર્યંચનારકી વા સ્ત્રી-પુરુષ-નપુંસકાદિક (બધા) સ્વાંગ છે (પણ) તું સ્વાંગ નથી. વળી સ્વાંગની અને તારી સૂર્ય-પ્રકાશ માફક એક તન્મયતા નથી, તું એ સ્વાંગને જાણે છે પણ એ સ્વાંગ તને જાણતો નથી, તું જ્ઞાનવસ્તુ છે, અને આ મનુષ્યાદિક સ્વાંગ છે તે અજ્ઞાનવસ્તુ છે, જેમ સૂર્ય અને અંધકારનો મેળ નથી તેમ આ મનુષ્યાદિક સ્વાંગ છે તેનો અને તારો એક મેળ નથી, જેમ સૂર્યપ્રકાશ આ પૃથ્વી ઉપર છે તેનો અને પૃથ્વીનો મેળ છે તેમ હું જ્ઞાનસૂર્યોદય ! તારો અને આ મનુષ્યાદિક સ્વાંગનો મેળ છે. હું જ્ઞાન! જો, તું સર્વ માયાજાળરૂપ સંસારસ્વાંગથી વ્યતિરેક-ભિન્ન છે. શ્રવણ કરી સમજ, હું કહું છું – અંતમાં બે અક્ષર આવે છે તેના દ્વારા તારો તું જ સ્વાનુભવ લે. કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન, કુઅવધિજ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવલજ્ઞાન એ પ્રમાણે જ્ઞાન ! તું બધાં ય સંસારસ્વાંગથી સ્વભાવથી જ ભિન્ન છે, તું મનુષ્ય નથી, દેવ નથી, તિર્યંચ નથી, નારકી નથી, તું સ્ત્રી-પુરુષ, નપુંસક નથી તથા મનુષ્યાદિકના અને સ્ત્રી-પુરુષ-નપુંસકના જેટલાં કોઈ શુભાશુભ વ્યવહારક્રિયા કર્મફળ છે તે પણ તું નથી, તું તો એક નિર્મળ-નિર્દોષનિરાબાધ-શુદ્ધ-પરમ પવિત્ર જ્ઞાન છે. જેમ કાચની હાંડીમાં દીપક છે તેનો પ્રકાશ એ કાચની હાંડીથી અંદર તથા બહાર બન્ને તરફ છે, તે જ પ્રમાણે સ્વસમ્યજ્ઞાનદીપિકાનો પ્રકાશ લોકાલોકની અંદર તથા બહાર બન્ને તરફ એક જ પ્રકારનો છે.
જેમ સોનાની છરીથી પણ કલેજું ફાટી જાય છે તથા લોખંડની છરીથી પણ કલેજું ફાટી જાય છે, તે જ પ્રમાણે જ્ઞાનમય જીવનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com