________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮ ]
( [ સમ્યજ્ઞાન દીપિકા બનીને પછી વિષય-ભોગાદિકની સંગતિ કરે તો તે જીવ પરમ પવિત્ર શુદ્ધ થઈ જાય છે. વસ્તુસ્વભાવમાં એ શુદ્ધ-અશુદ્ધ છે તે સ્યાત્ એટલે કથંચિત્ પ્રકારથી છે.
સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમય સ્વભાવવતુથી તું, હું, તે અને આ એ ચાર (વિકલ્પ) શબ્દ તન્મયરૂપ નથી.
- જેમ કોઈ સૂર્યના પ્રકાશમાંથી એક અણુ-રેણુ ઉઠાવીને અંધકારમાં નાખી દે તો તેથી કાંઈ સૂર્ય પ્રકાશ કમતી થતો નથી તથા કોઈ અંધકારમાંથી એક અણુ-રેણુ ઉઠાવીને સૂર્યના પ્રકાશમાં નાખી દે તો તેથી કાંઈ સૂર્યપ્રકાશ વૃદ્ધિ થતો નથી, એ જ પ્રમાણે સ્વસ્વરૂપ સ્વાનુભવ સમ્યજ્ઞાન સૂર્યોદયમાંથી આ અનંત સંસાર નીકળી કરીને કોઈ વેળા ક્યાંય જતો રહે તો (તેથી) તે સમ્યજ્ઞાનસૂર્યોદય શૂન્ય કે કમતી થતો નથી તથા કોઈ વેળા ક્યાંયથી એ અનંતસંસાર છે તેવો ને તેવો સ્વસમ્યજ્ઞાન સૂર્યોદયમાં આવી પડે તો તેથી કાંઈ તે સમ્યજ્ઞાનસૂર્યોદયની વૃદ્ધિ થતી નથી.
જેમ એક દીપકના બુઝાઈ જવાથી બધાય અનંત દીપકો પૂર્ણ બુઝતા નથી, તેવી જ રીતે એક જીવના મરી જવાથી બધા પૂર્ણ અનંત જીવથી તન્મયી જિનેન્દ્ર મરતા નથી.
| સર્વ ભાવ, પદાર્થ વા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ, ભોગ, જોગ અને પાપ-પુણ્યાદિક સંસાર છે તેનાથી સ્વસ્વરૂપસ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવવતુ તન્મયરૂપ નથી તેથી સ્વસ્વરૂપજ્ઞાન છે તે સર્વ સંસાર પાપ-પુણ્યભાવ (અને) પદાર્થાદિક જેટલા શુભાશુભ વ્યવહાર છે તેનું નિશ્ચયસ્વભાવથી જ ત્યાગી છે, અર્થાત્ સ્વસમ્યજ્ઞાન છે તેને પરવસ્તુનો સહજ સ્વભાવથી જ ત્યાગ છે. જેમકે - “યથા નામ વોfપ પુરુષ: પદ્રવ્યમતિ જ્ઞાત્વા ત્યગતિ तया सर्वान् परभावान् ज्ञात्वा विमुंचति ज्ञानी।'
જેમ નાટકની રંગભૂમિમાં કોઈ સ્વાંગ ધારણ કરીને નાચે છે તેને કોઈ જાણભેદુ જાણી લે છે કે “તું તો અમુક છે' ત્યારે તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com