________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભ્રાંતિખંડન દષ્ટાંત ]
[ ૫૭ તથા તે સમ્યજ્ઞાનમય સદાકાળ જાગતી જ્યોત પરમાત્મા છે તેનો પ્રત્યક્ષ અનુભવ પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનથી પણ જાણવામાં આવતો નથી પણ શ્રી સદ્ગુરુ સહજ સ્વભાવથી જ વિના પરિશ્રમે જ એ સદાકાળ જાગતી જ્યોત જ્ઞાનમય પરબ્રહ્મ પરમાત્મા સિદ્ધ પરમેષ્ઠિની તન્મયતા કરાવી દે છે-શ્રીગુરુને ધન્ય છે!
મનમાં ઘણું આશ્ચર્ય થાય છે, કારણ કે પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠી મનથી, કેવલીની દિવ્યધ્વનિથી તથા વેદ, પુરાણ, શાસ્ત્ર, સૂત્ર, ભણવા-વાંચવાથી તો એ સમ્યજ્ઞાનમય સદાકાળ જાગતી જ્યોત જાણવામાં નહિ આવે તો પછી શ્રીગુરુ કેવી રીતે દર્શાવતા હશે! કેવી રીતે જણાવી દેતા હશે! શું કહેતા હશે અને શિષ્ય પણ કેવી રીતે સમજતો હશે ! અહો ! અહો ! અહો ! શ્રીગુરુને ધન્ય છે; હાય ! ખેદ છે કે શ્રીગુરુ ન હોત તો હું આ ભ્રમજાળરૂપ સંસારથી ભિન્ન કેવી રીતે થાત!
જેમ એકડાના અંક વિના બિંદુ પ્રમાણભૂત નથી તેમ એક શ્રીગુરુ વિના ત્યાગીપણું-પંડિતપણું-જોગી-સંન્યાસીપણું અને વ્રતશીલ-દાન-પૂજાદિક શુભાશુભ પ્રમાણભૂત નથી.
જેમ કિસાન (ખેડૂત) બીજ રાખીને જગતમાં સુખ ભોગવે છે, તેમ સ્વસ્વરૂપ સમ્યજ્ઞાનમય સમ્યગ્દષ્ટિ છે તે પોતાના પોતામાં પોતામય સ્વભાવધર્મને પોતાના પોતામાં પોતામય સમજીને પૂર્વ પુણ્ય પ્રયોગથી વિષય-ભોગાદિ સુખ ભોગવે છે.
જેમ સફેદ કાષ્ઠ, અગ્નિની સંગતિથી કાળા કોલસારૂપ થઈ જાય છે અને પાછો તે કોલસો કારણ પામી અગ્નિની સંગતિ કરે તો પલટાઈને જળી–બળીને સફેદ રાખ થઈ જાય છે, તે જ પ્રમાણે કોઈ જીવ વિષય-ભોગાદિકની સંગતિ પામીને અશુદ્ધ થઈ જાય છે, પણ પાછો પલટાઈને ગુરુ આજ્ઞાનુસાર વિષય-ભોગાદિકને પોતાના સ્વભાવ સમ્યજ્ઞાનથી ભિન્ન સમજીને વિષય-ભોગાદિકથી અતન્મયી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com