________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૬ ]
[ સમ્યજ્ઞાન દીપિકા સાથે તન્મયરૂપ છે માટે બોલવું વૃથા છે, એમ કોઈ મુમુક્ષુ બોલતા નથી.
જેમ જ્વર (તાવ) ના જોરથી ભોજનની રુચિ જતી રહે છે તે જ પ્રમાણે મોહકર્મની સાથે પોતાના સ્વભાવસમ્યજ્ઞાનને એક તન્મય સમજે છે-માને છે-કહે છે એવા મિથ્યાદષ્ટિને સ્વસ્વરૂપ સમ્યગ્નાનાનુભવસૂચક ઉપદેશ પ્રિય લાગતો નથી.
જેમ સૂર્યના પ્રકાશમાં અનેક પ્રકારની શુભાશુભ વસ્તુ; તથા કાળા, પીળા, ધોળા, લીલા, રત્ન-દીપક-ચમક-દમક-પાપ-અપરાધલેવું-દેવું-દાન-પૂજા અને ભોગ-જોગાદિને દેખે છે; પણ સૂર્યપ્રકાશને તથા સૂર્યને દેખતો નથી તો તે મૂર્ખ છે. તે જ પ્રમાણે સ્વસ્વરૂપ સમ્યજ્ઞાનમય સ્વભાવસૂર્યના પ્રકાશમાં આ લોકાલોક, જગત-સંસાર, કામ-કુશીલ અને ક્રોધ-માન-માયા-લોભાદિક દેખાય છે તેને તો મિથ્યાદષ્ટિ દેખે છે પણ એથી ઉલટો પલટાઈને સ્વસ્વરૂપસમ્યજ્ઞાનમય સ્વભાવસૂર્યપરમાત્મા છે તેને નથી દેખતો તો તે મિથ્યાદષ્ટિ જ છે.
સ્વભાવ સમ્યજ્ઞાન છે, તેનાથી કોઈ વસ્તુ તન્મયરૂપ નથી, એ વસ્તુનો સ્વભાવ સમ્યજ્ઞાનને ત્યાગ છે.
મરી જાય, સળગી જાય, ગળી જાય કે બળી જાય, ઇત્યાદિ અનેક પ્રકારનાં શુભાશુભ કષ્ટ કરવા છતાં પણ સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમય પરબ્રહ્મપરમાત્મા સિદ્ઘપરમેષ્ઠિના પ્રત્યક્ષ અનુભવની પરમાવગાઢતા અને અચલતાનો અખંડ લાભ નહિ થાય, પણ સદ્દગુરુમહારાજ સહજમાં વિનાપરિશ્રમે શુભાશુભ કષ્ટ નહિ કરવા છતાં પણ સદાકાળ જ્ઞાનમય જાગતી જ્યોતનો તન્મયી મેળ કરાવી દે છે, ધન્ય છે! શ્રીગુરુને.
વેદ અર્થાત્ કેવલીની દિવ્યધ્વનિ અને શાસ્ત્ર અર્થાત્ મહામુનિનાં વચન તેનાથી પણ એ સ્વસ્વરૂપ સમ્યજ્ઞાનમય સદાકાળ જાગતી જ્યોત પરબ્રહ્મનો પ્રત્યક્ષ અનુભવ જાણવામાં આવતો નથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com