________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભ્રાંતિખંડન દષ્ટાંત ]
[ ૫૫
તથા કામ-ક્રોધ-કુશીલાદિ જેટલા શુભાશુભ વ્યવહારક્રિયા-કર્મ છે અને તેનાં જેટલાં ફળ છે તે સર્વ ઉપર સ્વસ્વરૂપ-સ્વાનુભવગમ્યસભ્યજ્ઞાનમય સ્વભાવસ્વરૂપ પરબ્રહ્મપ૨માત્મા સિદ્ઘપરમેષ્ઠિ તરે છે તે આ ભ્રમજાળરૂપ સંસારમાં શી રીતે ડૂબશે વા શી રીતે ગુમ થશે ?
· જેમ જ્યાં ઘટ કહીએ ઘીવકો; ઘટકો રૂપ ન થીવ તેમ ત્યાં વર્ણાદિક નામસેં, જડતા લહે ન જીવ. જેમ ખાંડો કહીએ કનક કો, કનક મ્યાન સંજોગ; (તેમ ) ન્યારો નિરખત દેખીએ, લોહ કહે સબ લોક.
9
જેમ કોઈ અગ્નિથી સળગતા ઘરમાંથી નીકળીને બહાર સડક વા માર્ગ–ચોગાનમાં ઉભો રહી પોકાર કરે છે કે- ‘પેલી વસ્તુ સળગે છે'-અમુક વસ્તુ બળે છે; ત્યારે તેને કોઈ કહે છે કે-તું તો નથી સળગ્યો-નથી બળ્યો ? વા તું તો નથી સળગતો-નથી બળતો ?’ ત્યારે તે કહે છે કે – ‘હું તો નથી સળગતો-નથી બળતો, વા હું તો નથી સળગ્યો-નથી બળ્યો.' પણ આ ઘર સળગે છે-બળે છે વા ઘરની અંદરની અમુક અમુક વસ્તુ સળગે છે–બળે છે, એ જ પ્રમાણે કોઈ મુમુક્ષુ ગુરુઉપદેશથી આ ભ્રમજાળરૂપ સંસારથી અલગ થઈને આ પ્રમાણે પોકારે છે કે- ‘ ફલાણો મર્યો વા લાણો મરે છે પણ હું તો નથી મર્યો કે ન મરૂં છું' ઇત્યાદિ કોઈ મુમુક્ષુ તો ઉપર પ્રમાણે બોલે છે. વળી જેમ બળતા-સળગતા ઘરમાંથી કોઈ નીકળીને બહાર સડકચોગાનમાં પોતાના મનોમનથી આવો વિચાર કરે છે કે ઘર સળગી ગયું, તથા ઘરની અંદરની શુભાશુભ અમુક અમુક વસ્તુ હતી તે પણ સળગી ગઈ–બળી ગઈ, હવે હું કોને શું કહું? અગર કહું તો પણ હવે તે વસ્તુનો વા અમુક શુભાશુભનો લાભ થવાનો નથી માટે બોલવું વૃથા છે, એ જ પ્રમાણે કોઈ મુમુક્ષુ ગુરુઉપદેશથી ભ્રમજાળ સંસારથી અલગ થયા પછી વિચાર દ્વારા દેખે છે કે-પુદ્દગલ-ધર્મ-અધર્મઆકાશ-કાળ એ પાંચમાં તો જ્ઞાનગુણ સ્વભાવથી જ નથી અને મારો સ્વરૂપસ્વભાવ છે તે તો હવે ગુરુકૃપાદ્વારા જ્ઞાનની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com