________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪ ]
[ સમ્યજ્ઞાન દીપિકા જેમ સ્વચ્છદર્પણમાં અગ્નિની પ્રતિછાયા તન્મયીવ-સરખી દેખાય છે તો પણ તેનાથી તે દર્પણ ઉષ્ણ (ગરમ) થતું નથી તથા એ જ સ્વચ્છ દર્પણમાં જળની પ્રતિછાયા તન્મયવત્ દેખાય છે તો પણ તે દર્પણ શીતલ થતું નથી, એ જ પ્રમાણે સ્વચ્છ સમ્યજ્ઞાનમયદર્પણમાં રાગમય કામ-કુશીલાદિકની છાયારૂપ ભાવભાસ થવાં છતાં પણ તે (સ્વચ્છ સમ્યજ્ઞાનમય દર્પણ) રાગમય થતું નથી તથા શીલવ્રતાદિક વૈરાગ્ય-મમતાની છાયારૂપ ભાવભાસ થવા છતાં પણ તે વૈરાગ્યમય થતું નથી, એ પ્રમાણે સ્વચ્છ સમ્યજ્ઞાનમય સ્વભાવથી એ રાગ-દ્વેષ તન્મયરૂપ નથી.
જેમ જળમાં ચંદ્રનું પ્રતિબિંબ છે તે હાથથી પકડવામાં આવતું નથી તે જ પ્રમાણે સ્વસમ્યજ્ઞાનમય સિદ્ધપરમેષ્ઠી દ્રવ્યકર્મ-ભાવકર્મનોકર્માદિક બંધમાં આવતા નથી.
જેમ ગૌમટ્ટ નામના પર્વત ઉપર બાહુબલિજી રાજ્યસંપદા, ધનધાન્ય, સુવર્ણ-રતન, વસ્ત્રાદિ સુદ્ધાં સર્વ બાહ્ય પરિગ્રહ છોડી નગ્ન દિગંબર થઈને ઉભા ઉભાં ધ્યાનમાં એવા લીન થયા કે પોતાના શરીર ઉપર વજપાતાદિક પડે તો પણ ચલાયમાન થાય નહિ, વળી આખા અંગ ઉપર સર્પ અને વૃક્ષલતાઓ લપેટાઈ ગઈ અને મૌન-અચલ આદિ અવસ્થા સુધી પહોંચી એક વર્ષ સુધી ઊભા રહ્યા તો પણ તેઓ સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનાનુભવની પરમાવગાઢતાથી તન્મયરૂપ ન થયા, કારણ તેમના અંત:કરણમાં સૂક્ષ્મ અનિર્વચનીય એવી વાસના રહી હતી કે “હું ભરતની ભૂમિ ઉપર ઊભો છું” પણ
જ્યારે પૂર્વોક્ત દશા (અવસ્થા) થી સર્વથા પ્રકારે ભિન્ન થયા ત્યારે જ તેઓ સ્વસમ્યજ્ઞાનાનુભવની પરમાવગાઢતાથી સૂર્ય-પ્રકાશવત તન્મયરૂપ મળી ગયા.
ગુરુ, ભ્રમજાળરૂપ સંસારથી સહજમાં જ ભિન્ન કરી દે છે. જેમ જળકુંડમાં જળની ઉપર તેલબિંદુ તરે છે તે જ પ્રમાણે લોકાલોક, જગતસંસાર ઉપર વા પંચભૂત-પુદ્ગલપિંડ વા રાગ-દ્વેષભાવની ઉપર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com