________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભ્રાંતિખંડન દષ્ટાંત ]
[ પ૩ સમ્યજ્ઞાનમય પરમાત્માથી તન્મય અચલ પ્રીત-પ્રેમ થાય તો સહજમાં વગર યત્ન-વગરપરિશ્રમે જ સંસાર શુભાશુભથી પ્રેમ-રાગ તૂટી જાય.
જેમ સૂર્યને સહજપણે જ અંધકારનો ત્યાગ છે તે જ પ્રમાણે સ્વસમ્યજ્ઞાનસૂર્યને સહજપણે સ્વભાવથી જ આ ભ્રમજાળરૂપ સંસારનો ત્યાગ છે.
જેમ કોઈ પુરુષ સ્ત્રીને ભોગવે છે પરંતુ પોતે સ્ત્રીથી તથા તેનાં ભાવ-ક્રિયા-કર્મફળથી તન્મય-તસ્વરૂપ થઈને સ્ત્રીને ભોગવતો નથી. તે જ પ્રમાણે સ્વસમ્યજ્ઞાનમય પરબ્રહ્મ પરમાત્માપુરાણપુરુષોત્તમ પુરુષ છે તે સર્વસંસાર-ભ્રમજાળ-માયાથી “જેમ અંધકારથી સૂર્ય ભિન્ન છે, તે જ પ્રમાણે સંસાર ભ્રમજાળ માયાથી ભિન્ન થઈને ભોગવે છે, અર્થાત સંસારભ્રમજાળ-માયાસ્ત્રીથી તથા તેનાં ભાવ-ક્રિયા કર્મફળથી તન્મય તસ્વરૂપ થઈને નથી ભોગવતો, જ્ઞાતા જ રહે છે.
જેમ સ્ત્રી પણ પુરુષને ભોગ આપે છે તે કોઈ પુરુષથી તન્મય બનીને નથી આપતી તે જ પ્રમાણે સંસાર ભ્રમજાળ માયાસ્ત્રી છે તે સ્વસ્વરૂપ સમ્યજ્ઞાનમય પુરાણ પુરુષોત્તમને ભોગ આપે છે તે પુરુષથી અલગ થઈને આપે છે પણ તન્મય બનીને ભોગ નથી આપતી.
જેમ કાજલથી કાળુંકલંક તન્મયી છે તે જ પ્રમાણે તન-મનધન-વચનાદિકથી તથા તન-મન-ધન-વચનાદિનાં જેટલાં કોઈ શુભાશુભ વ્યવહારક્રિયા-કર્મફળ છે તેનાથી અજ્ઞાન તન્મયી છે,
જેમ સ્વચ્છ દર્પણમાં કાળાવસ્ત્રથી પ્રતિછાયા કાળી તન્મયવત્ જેવી દેખાય છે તે પેલા દર્પણની નથી પણ કાળાવની છે, અને કાળાવસ્ત્રથી તન્મયી છે, તે જ પ્રમાણે સ્વચ્છ સમ્યજ્ઞાનમય સ્વભાવદર્પણમાં આ દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મમય સંસારની પ્રતિછાયા કર્મકલંકમય તન્મયી જેવી દેખાય છે તે સ્વચ્છ સમ્યજ્ઞાનમય દર્પણની નથી પણ દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મમય સંસાર છે તેની છે અને તે તેનાથી તન્મયી છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com