________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર ]
[ સમ્યજ્ઞાન દીપિકા છોડી પરસ્વભાવ-પરવર્ગથી જે પોતાને તન્મયવ સમજે છે-માને છે તે જન્મ-મરણાદિ સંસારનાં દુઃખ ભોગવે છે.
જેમ મહીમંડળ ઉપર નદીનો પ્રવાહ એક છે તેમાં અનેકપ્રકારથી નીરની ઝરણા (વહી રહી છે, જ્યાં પત્થરનું જોર છે ત્યાં ધારની મરોડો થાય છે, જ્યાં કાંકરાની ખીણ છે ત્યાં ઝાગની ઝરણ (ફીણનો જમાવ) છે, જ્યાં પવનનો ઝકોર છે ત્યાં ચંચલતરંગો ઊઠે છે તથા જ્યાં ભૂમિની નીચાણ છે ત્યાં પાણીની ભમરો પડે છે, એ જ પ્રમાણે એક સ્વરૂપ સમ્યજ્ઞાનમય આત્મા છે તથા અનંત રસમય પુદ્ગલ છે એ બન્નેનો પુષ્પ-સુગંધવત્ તથા ઘટ-આકાશવત્ સંયોગ થતાં વિભાવની ભરપૂરતા છે.
સ્વસમ્યજ્ઞાનાનુભવ થયા પછી પણ થોડા કાળ સુધી ચારિત્ર દોષથી સમ્યગ્દષ્ટિ સંસારમાં ભ્રમણ કરે છે, કેવી રીતે? જેમ કુંભકારનું ચક્ર, દંડ- કુંભાર આદિના પ્રસંગથી પરિભ્રમણ કરે છે પરંતુ દંડ-કુંભાર આદિનો પ્રસંગ ભિન્ન થયા પછી પણ થોડા કાળ સુધી (તે ચક્ર ) પરિભ્રમણ કરે છે તેમ.
જેમ પર જે તન-મન-ધન-વચનાદિક અને તેના શુભાશુભ વ્યવહાર-ક્રિયા-કર્મફળને જાણે છે તે જ પ્રમાણે એથી પલટાઈને પોતાને જાણે કે આ તન-મન-ધન-વચનાદિકને તથા એ તન-મનધન-વચનાદિકના જેટલાં કોઈ શુભાશુભ-વ્યવહાર-ક્રિયા-કર્મફળ છે. તેને મારા દ્વારા હું જાણું છું પણ એ મારા સ્વસ્વભાવ સમ્યજ્ઞાનને જાણતા નથી, એ પ્રમાણે પોતાને જાણે (છે; ) તે સંબંધમાં કહ્યું છે કે યથાઃ- “આપ સમકકર ઘર નહિ જાણે, દૂજાકું ક્યા સમજાવે; ભ્રમણ કરે સંસાર જગતમે, હૃદય હાથમેં નહિ આવે, તથા:
હે ભાઈ ! જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી કુટુંબ-કબીલો છે પણ જ્ઞાન થયા પછી તો આત્મા પોતે જ પોતામાં સમાય છે.
જેવો જેવો ઘરકુટુંબ-બેટાબેટીથી પ્રીત-પ્રેમ છે તેવો જ સ્વ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com