________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભ્રાંતિખંડન દષ્ટાંત ]
[ પ૧ કેવી રીતે ત્યાગે તથા ગ્રહણ પણ કેવી રીતે કરે? તે જ પ્રમાણે આ જગત સંસારની અંદર-બહાર અને મધ્યમાં સ્વસમ્યજ્ઞાનમય છે તે શું ત્યાગે અને શું ગ્રહણ કરે?
જેમ સમુદ્રના ઉપર કલ્લોલ ઉપજે છે અને વિણશે છે તે જ પ્રમાણે સ્વસમ્યજ્ઞાનમય સમુદ્રમાં તે સ્વપ્ન સમયનું જગત ઊપજે છે તથા જાગ્રત સમયનું જગત વિણશે છે વળી જાગ્રત સમયનું જગત ઉત્પન્ન થાય છે અને સ્વપ્ન સમયનું જગત વિશે છે.
જેમ કોઈ જન્માંધ, રત્નસુવર્ણાદિકના આભૂષણ પહેરે છે તે વૃથા છે તે જ પ્રમાણે સ્વસમ્યકુભાવ-સમ્યજ્ઞાનાનુભવની પરમાવગાઢતા વિના વ્રત-શીલ-તપ-જપ-નિયમાદિક સંપૂર્ણ વૃથા છે.
જેમ કોઈ પુરુષ, વૃક્ષને પકડી [ ચિત્ર ક્રમાંકઃ ૧૫] પોતાના મુખથી કહે કે “હું બંધ-મોક્ષથી ક્યારે ભિન્ન થઈશ.” એ જ પ્રમાણે જે બંધ-મોક્ષથી ભિન્ન થવાની ઇચ્છા કરે છે તે સ્વસ્વભાવ-સમ્યજ્ઞાન રતિ મૂર્ખ-મિથ્યાદીષ્ટ છે. ભાવાભાવ વિકાર છે તે પોતપોતાના સ્વભાવથી જ છે.
જેમ તોલમાં ગુંજો (વજન) અને સોનું બરોબર છે પરંતુ મૂળસ્વભાવમાં તે બરાબર નથી, તે જ પ્રમાણે જગત અને જગદીશ એ બન્ને બરાબર જ છે પરંતુ મૂળસ્વરૂપ સમ્યજ્ઞાન સ્વભાવમાં એ બન્ને બરાબર નથી.
જેમ ધુમાડા વિનાની અગ્નિ શોભાયમાન છે, તે જ પ્રમાણે ભ્રમરૂપ ધુમાડા રહિત સ્વસમ્યજ્ઞાનમય સ્વભાવવતુ શોભાયમાન ભાસે છે.
જેમ જ્વરના અંત સમયે ભોજન પ્રિય લાગે છે, તે જ પ્રમાણે શુભાશુભસંસારના અંત (રૂપ) સ્વરૂપ સમ્યજ્ઞાનાનુભવ પ્રિય લાગે છે.
જેમ કુકર્દમરાજા સ્વવર્ગને તજી પરવર્ગથી મિશ્રિત બની મરણાદિક દુ:ખને પ્રાપ્ત થયો તે જ પ્રમાણે કોઈ સ્વસ્વભાવસમ્યજ્ઞાનને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com