________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦ ]
[ સમ્યજ્ઞાન દીપિકા વિષય વા ભોગાદિને સહજસ્વભાવથી જ જે જાણે છે-દેખે છે તે જ કેવલ જ્ઞાન છે, પણ એમ ન સમજવું-માનવું-કહેવું કે ઘ્રાણેન્દ્રિયના વિષય ભોગને જાણે છે તે કંઈક જ્ઞાન અન્ય છે, તથા જિહ્વા ઇન્દ્રિયના વિષય-ભોગને જાણે છે તે કંઈક જ્ઞાન અન્ય છે, એ જ પ્રમાણે કર્મેન્દ્રિયના અને સ્પર્શઇન્દ્રિયના વિષય-ભોગાદિકને જાણે છે તે જ્ઞાન અન્ય છે તથા તન-મન-ધન-વચનાદિક અને તન-મન-ધનવચનાદિકનાં જેટલાં શુભાશુભ ક્રિયા-કર્મને અને તેના ફળને જાણે છે તે જ્ઞાન અન્ય છે, એવી ભેદાભેદની કલ્પના કદી કોઈ પ્રકારથી પણ સ્વભાવસમ્યજ્ઞાનથી તન્મય (રૂપ) સંભવતી નથી.
જેમ સૂર્યના પ્રકાશમાં પડેલી રસ્સી રાત્રિના સમયમાં સર્પરૂપ ભાસે છે, તે જ પ્રમાણે સ્વસમ્યગ્નાનાનુભવ વિના જ્ઞાન છે તે જગતસંસારવત્ ભાસ થાય છે.
જેમ છીપમાં ચાંદી તથા મૃગતૃષ્ણામાં જળનો ભાસ થાય છે તે જ પ્રમાણે સ્વસમ્યજ્ઞાનમાં તન્મયવત્ આ સંસા૨-જગતનો ભાસ થાય છે.
જેમ- ‘અંધસમૂહને દોરે નયન પ્રવીણ તેમ આત્મજ્ઞાન વિના થાય મોહમાં લીન,'
જેમ આકાશને ધૂળ-મેઘાદિક લાગતાં નથી, તે જ પ્રમાણે સ્વસમ્યજ્ઞાનને પાપ-પુણ્ય અને પાપ-પુણ્યનું ફળ લાગતું નથી.
જેમ લોકાલોક જગત-સંસારને સ્વસમ્યજ્ઞાન છે તે સહજ સ્વભાવથી જ જાણે છે તેનાં વિધિ-નિષેધ શી રીતે થાય ?
જેમ-કોઈ શૂરવીર રાજા મ્લેચ્છાદિકના દેશને જીતીને તે મ્લેચ્છાદિકના દેશમાં જ રહે છે તે જ પ્રમાણે સ્વસમ્યગ્ગાની ક્રોધમાન-માયા-લોભ તથા વિષય-ભોગાદિકને જીતીને તે જ વિષય ભોગાદિકમાં રહે છે, પણ તન્મય-તસ્વરૂપ થઈને નથી રહેતો.
જેમ ઘટની અંદર, બહા૨ અને મધ્યમાં આકાશ છે તે ઘટને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com