________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભ્રાંતિખંડન દષ્ટાંત ]
[ ૪૯
જેમ જે ઘ૨નું વા દુકાનનું કામકાજ માયા-મમતા-મોહ સહિત શેઠ કરે છે તે જ પ્રમાણે ગુમાસ્તો પણ માયા મમતા-મોહસહિત કરે છે પરંતુ (તે બન્નેમાં) અંદર પરિણામ ભેદ ભિન્ન ભિન્ન છે, તે જ પ્રમાણે કોઈને ગુરુવચનોપદેશદ્વારા સ્વસમ્યગ્નાનાનુભવ થવા જોગ હતો તે થઈ ચૂક્યો, એક તો એ, તથા બીજું એ કે કોઈ સંસારને વા લોકાલોકને તથા પોતાના સ્વભાવ સમ્યગ્નાનને સૂર્યપ્રકાશવત્ નિશ્ચયથી એક સમજે છે-માને છે, બીજો એવો છે. હવે એ બન્ને સંસારનાં કામકાજ કરે છે તેમાં એક દોષિત છે તથા બીજો નિર્દોષ છે.
જેમ પોપટ સ્વમુખથી રામ-રામ બોલે છે, પરંતુ સ્વસ્વરૂપ સમ્યજ્ઞાનમાં તન્મયપણે બીજ-વૃક્ષ તથા જળકલ્લોલ માફક ૨મે તે રામ છે, એવા રામને તો જાણતો નથી; અને તે પોપટ (માત્ર ) સ્વમુખથી જ રામ રામ બોલે છે તે વ્યર્થ છે એ જ પ્રમાણે મિથ્યાદષ્ટિ, સ્વયંસિદ્ધ સ્વસ્વરૂપ સમ્યાનમય સિદ્ધને તો જાણતો નથી અને (માત્ર) સ્વમુખથી જ નમો સિદ્ધાણં એમ બોલે છે તે વ્યર્થ છે. અહીં વિધિ નિષેધથી સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમય સ્વભાવવસ્તુ તન્મય ન સમજવી.
જેમ દીપક જ્યોતની અંદર કાળું કાજળ કલંક છે, તે જ પ્રમાણે સ્વસ્વરૂપ સમ્યજ્ઞાનદીપક-જ્યોતના પ્રકાશમાં કર્મથી તન્મય કર્મકલંક છે. અહીં કોઈ મિથ્યાદષ્ટિ દૃષ્ટાંતમાં તર્ક સ્થાપન કરીને સ્વસમ્યગ્નાનાનુભવ તો ગ્રહણ કરતો નથી અને શૂન્યદોષ ગ્રહણ કરશે કે ‘દીપકજ્યોતમાં કાળું કલંક કાજળ છે પરંતુ તે દીપકજ્યોત બુઝાઈ ગયા પછી કાજળ પણ ક્યાં છે? અને દીપકની જ્યોતિ પણ કયાં છે? એવા તર્ક દ્વારા શૂન્યદોષ ગ્રહણ કરે છે તો તે સ્વસ્વરૂપસમ્યજ્ઞાનાનુભવથી જરૂર શૂન્ય છે, મિથ્યાદષ્ટિ છે.
જેમ પાંચ ઇન્દ્રિયોને તથા પાંચ ઇન્દ્રિયોના જેટલા શુભાશુભ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com