________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮ ]
( [ સમ્યજ્ઞાન દીપિકા જેમ કોઈ સ્ત્રીનો પતિ પરદેશમાં ગયો અને ત્યાં જ મૃત્યુ પામ્યો, હવે તે સ્ત્રી તે પતિની આશા ધારણ કરીને ભોગાદિક ઉત્પત્તિનો શણગાર કાજળ ટીકી નથની વગેરે શણગાર કરે છે તે વૃથા છે, તે જ પ્રમાણે નિગ્રંથગુરુ મોક્ષમાં ગયા-સ્વસ્વભાવ-સમ્યજ્ઞાનથી તન્મય થઈ ગયા તે તો હવે પલટાઈને પાછા આવતાં નથી, જેમ લવણની પુતળી ક્ષારસમુદ્રમાં ગઈ તે પલટાઈને પાછી આવતી નથી તે પ્રમાણે જ અહીં સમજવું; હવે ચાલ્યા ગયેલા નિગ્રંથગુરુની આશા ધારણ કરીને સંસારીક શુભાશુભ-ભોગાદિ ઉત્પત્તિનાં (હેતુરૂપ) શુભાશુભ ક્રિયા-કર્માદિક કરવાં વૃથા છે.
જેમ કોઈએ જન્મ સમયથી માંડીને આ જ સુધી કદિ ગોળસાકર ખાધાં નથી અને તે ગોળ-સાકરની વાર્તા વર્ણન કરે છે તે વૃથા છે તે જ પ્રમાણે કોઈ કદી કોઈ પ્રકારથી પણ સ્વસ્વરૂપ સ્વયંસિદ્ધ સમ્યજ્ઞાનમય પરમાત્માથી તો તન્મય થયો નથી અને તેનાં ગીતવેદ-પુરાણ-શાસ્ત્ર-સૂત્ર પોતાના મુખથી ભણે છે-બોલે છે-કહે છે તે સર્વ પોપટની માફક વૃથા છે.
જેમ શીલવાન સ્ત્રી પોતાનું ઘર છોડી કોઈ વખતે પર ઘર પ્રત્યે પણ જાય-આવે તો પણ ફિકર નથી તે જ પ્રમાણે સ્વસમ્યગ્દષ્ટિ ચારિત્રની નબળાઈ વશ થોડોક કાળ સંસારમાં પણ ભ્રમણ કરે તો પણ ફિકર નથી.
જેમ સૂર્યોદય થતાં માત્રમાં તત્કાલ-તે જ સમયે અંધકાર મટી જાય છે, તે જ પ્રમાણે કોઈના અંતઃકરણમાં સ્વસમ્યજ્ઞાનસૂર્યોદય થતાં માત્રમાં તત્કાલ તે જ સમયે મોહાંધકાર મટી જાય છે.
જેમ વ્યભિચારણી સ્ત્રી પોતાનું ઘર છોડીને પરઘર જતીઆવતી નથી તો પણ તેની વાસના વ્યભિચારી પુરુષ તરફ લાગી જ રહે છે તે જ પ્રમાણે જેને સ્વસ્વરૂપ સમ્યજ્ઞાનાનુભવની અચલ અવગાઢતા-પરમાવગાઢતા નથી એવા મિથ્યાષ્ટિની વાસના શુભાશુભભાવસંસાર તરફ જ લાગલી રહે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com