________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભ્રાંતિખંડન દષ્ટાંત ]
[ ૪૭ સમ્યજ્ઞાની સમ્યગ્દષ્ટિ સર્વ કર્મોની મધ્યમાં પડ્યો હોય તોપણ તે સર્વ કર્મોથી તન્મયીપણે લપતો નથી.
જેમ ઘટની અંદર, બહાર અને મધ્યમાં જે આકાશ છે તે ઘટોતત્તિ થવા છતાં પણ ઉપજતું નથી તથા ઘટનો વિનાશ થવા છતાં (તે) આકાશનો નાશ થતો નથી, તે જ પ્રમાણે સ્વસ્વરૂપ સમ્યજ્ઞાનમય પરમાત્મા છે તે દેહનો વિનાશ થવા છતાં વિણસતા-મરતા નથી તથા દેહના ઊપજવા છતાં તે ઊપજતા નથી-જન્મતા નથી.
સહજ સ્વભાવથી જ જે સ્વ-પરને જાણે છે તે જ સ્વસમ્યજ્ઞાન છે.
જેમ તુષ (ફોતરાં) છે તે તાંદુલ (ચોખા) નથી તેમ પાંચ પ્રકારનાં (દારિક, વૈક્રિયક, આહારક, તેજસ અને કાર્મણ) શરીર છે. તે સ્વસમ્યજ્ઞાનમય પરમાત્મા નથી.
જેમ વાંસની સાથે વાંસ પરસ્પર ઘસાય છે ત્યારે સહજ સ્વભાવથી જ અગ્નિ ઉત્પન્ન થાય છે તે જ પ્રમાણે આત્માથી આત્મા તન્મયરૂપ મળે છે ત્યારે સહજ સ્વભાવથી જ સ્વસમ્યજ્ઞાનાગ્નિ ઉત્પન્ન થાય છે.
જેમ સૂર્યોદય સમયે કમળ સ્વયં જ પ્રફુલ્લિત થાય છે, તે જ પ્રમાણે કોઈના અંતઃકરણમાં સ્વસમ્યજ્ઞાનમય સૂર્યોદય થતાં (તેનું) મનરૂપ કમળ પ્રફુલ્લિત થાય છે અર્થાત્ તેના મનમાં ઘણો જ હર્ષ થાય છે કે અહોહો ! જેના પ્રકાશમાં આ લોકાલોક પ્રગટ દેખાય છે એવા સૂર્યદર્શનનો લાભ થયો! અથવા વિશેષ હર્ષ-પ્રફુલ્લિતપણે આ પ્રમાણે થાય છે કે જે સૂર્યના પ્રકાશમાં આ લોકાલોક, જગત-સંસાર, જન્મ-મરણ, નામ-અનામ અને બંધ-મોક્ષાદિક છે તે સૂર્ય, સ્વભાવથી જ હું જ છું,
જેમ ફોજ છે પરંતુ તેમાં જે ફોજદાર નથી તો તે ફોજ વૃથા છે તે જ પ્રમાણે વ્રત-શીલ-જપ-તપ-જ્ઞાન-ધ્યાન-દયા-ક્ષમા-બાનપૂજાદિક તો છે. પરંતુ તેમાં સ્વસમ્યજ્ઞાનમયી ગુરુ નથી તો તે વ્રતશીલાદિ (બધાં) વૃથા છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com