________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬ ]
[ સભ્યજ્ઞાન દીપિકા ગામને બાળી મૂક્યું, આ ગામને બચાવ્યું અને આ ગામની રક્ષા કરી ’ પરંતુ વિચાર પૂર્વક જુઓ તો તે લૂંટવાં, મારવાં, બચાવવાં અને સળગાવવાં આદિ કાર્ય છે તેને લશ્કરના સિપાઈ-જમાદા૨-ફોજદા૨ આદિ કરે છે પણ રાજા કરતો નથી, તે જ પ્રમાણે સ્વસમ્યકેવલજ્ઞાન રાજા છે તે કિંચિત્ પણ શુભાશુભ ક્રિયાકર્મ કરતો નથી.
જેમ સુવર્ણના સુવર્ણમય કડાં કુંડલાદિક ભાવ જેમ સુવર્ણમય જ થાય છે તથા લોખંડના લોખંડમય જ થાય છે તે જ પ્રમાણે સ્વસ્વરૂપ સમ્યગ્નાનના ક્રિયા-કર્માદિ ભાવ સમ્યજ્ઞાનમય જ થાય છે તથા અજ્ઞાનના ક્રિયા-કર્માદિ ભાવ અજ્ઞાનમય જ થાય છે.
જેમ માતંગચંડાલના અને ઉત્તમ બ્રાહ્મણના ક્રિયા-કર્મ ભાવ એક નથી પરંતુ ભિન્ન ભિન્ન છે, તે જ પ્રમાણે જ્ઞાન અને અજ્ઞાનના ક્રિયા કર્મ ભાવ એક નથી અર્થાત્ ભિન્ન ભિન્ન છે.
જેમ કોઈ પુરુષે કરેલો આહાર ઉદરાગ્નિના પ્રસાદથી માંસરૂધિર-મજ્જા-મળ અને મૂત્રાદિરૂપ થાય છે, એ જ પ્રમાણે જેને ગુરુવચનોપદેશદ્વા૨ા અંતઃકરણમાં સાક્ષાત્ સભ્યજ્ઞાનાગ્નિ પ્રજ્વલિત થઈ હોય તેને સર્વ કર્મો સ્વયં પોતપોતાની પરિણતિમાં પરિણમી જાય છે.
જેમ વૈધની સમીપ વિષનાશક દવા છે તો તે વૈધ મરણ થવા યોગ્ય વિષભક્ષણ કરવા છતાં પણ મરતો નથી એ જ પ્રમાણે સ્વસમ્યગ્દષ્ટિ પૂર્વકર્મ પ્રયોગથી વિષયભોગ ભોગવતો છતાં પણ કર્મથી બંધાતો નથી.
લોકમાં પ્રસિદ્ધ છે કે કોઈ સ્ત્રીને ભોગવે તે પુરુષ છે એ જ પ્રમાણે જે ક્રોધ-માન-માયા-લોભ-મોહ-મમતાને ભોગવે તે સાચો પુરુષ છે પણ જેની છાતી ઉપ૨ એ ક્રોધ-માન-માયા-લોભ-મોહમમતા ચઢી બેઠા છે તે પુરુષ નથી પણ સાચી સ્ત્રી છે.
જેમ સુવર્ણ કીચડની મધ્યમાં પડયું હોય તોપણ તે સુવર્ણ, કીચડની સાથે એક મન્મય લિસ થવાનું નથી, તે જ પ્રમાણે સ્વ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com