________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨ ]
[ સમ્યગ્નાન દીપિકા છે, માટીના ઘડાને તથા ઘીને અગ્નિ-ઉષ્ણાતાવત્ એક તન્મયતા થઈ નથી-થવાની નથી, કે છે નહિ, એ જ પ્રમાણે જ્ઞાનમય જીવને તથા (જ્ઞાનહીન ) અજીવ જે તન-મન-ધન-વચનાદિકના અને તન-મનધન-વચનાદિકનાં જેટલાં શુભાશુભ વ્યવહારક્રિયા-કર્મ છે તેને પરસ્પર સૂર્ય-પ્રકાશવત્ એક તન્મયતા થઇ નથી-થવાની નથી કે છે નહિ.
જેમ લાલ લાખ ઉપર લાગેલા રત્નોને તે રત્નમાં લાખ અને રત્ન બન્નેની લાલાશ એક સરખી તન્મયવત્ દેખાય છે તોપણ તે બન્નેની લાલાશ ભિન્ન-ભિન્ન છે, તેને ખો ઝવેરી હોય તે એ બન્નેની લાલાશને ભિન્ન-ભિન્ન સમજે છે -માને છે –કહે છે. એ જ પ્રમાણે આકાશ અમૂર્તિક-નિરાકાર અજીવમય છે તેનું સ્વસમ્યજ્ઞાનમય-અમૂર્તિક-નિરાકાર જીવમય છે તેનું પરસ્પરનું અમૂર્તિક-અમૂર્તિકપણું તથા નિરાકાર-નિરાકા૨૫ણું એક તન્મયવત્ મિથ્યાદષ્ટિને ભાસે છે પણ સૂક્ષ્મદષ્ટિવાન-સ્વસ્વરૂપ-સ્વાનુભવગમ્યસમ્યજ્ઞાની-સમ્યગ્દષ્ટિ છે તે પેલો બન્નેના અમૂર્તિપકપણાને તથા
બન્નેના નિરાકા૨પણાને ભિન્ન-ભિન્ન સમજે છે-માને છે-કહે છે.
પરમાત્મા સ્વસમ્યજ્ઞાનમય છે તે આદિ-અંતપૂર્ણ સ્વભાવ સંયુક્ત છે તથા પ૨સંયોગ અને પરરૂપ કલ્પના રહિત મુક્ત છે. (પ્રશ્ન ) –તે કેવી રીતે ? (ઉત્તર) -સાંભળો, જેમ પ્રથમ-આદિમાં પૂર્ણ ચિહ્ન બિંદુ છે, તેનું તેજ અંતમાં પણ પૂર્ણ ચિહ્ન બિંદુ છે, જુઓ સ્વાનુભવષ્ટિ દ્વારા આદિ ૦ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ અંત ૦ વળી જેમ સૂર્યનો પ્રાતઃકાલ આદિ છે તે જ સૂર્યનો સાયંકાલ અંત છે તો શું મધ્યાહ્નકાલ નથી ? અર્થાત્ છે, એ જ પ્રમાણે સ્વસમ્યજ્ઞાનમય સ્વભાવસૂર્ય સદાકાળ છે.
,
‘જેમ જેવું પીએ પાણી તેમ તેવી બોલે વાણી' એ જ પ્રમાણે જેને ગુરુઉપદેશ દ્વારા પોતાના પોતામાં પોતામય સ્વસમ્યજ્ઞાનાનુભવરૂપ પ્રાસની પ્રાપ્તિ અચલ થઈ તે પોતાના મુખથી એમ બોલે છે કે ‘સ્વસમ્યજ્ઞાનમય પરમાત્મા છે તે જ સોહું.'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com