________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગ્રંથકર્તાની પ્રસ્તાવના
આ પુસ્તકમાં પ્રથમ આ પ્રસ્તાવના, ત્યાર પછી આ પુસ્તકની ભૂમિકા, પછી આ પુસ્તકનો પ્રાંરભ, ચિત્રદ્વાર, નિર્વિકલ્પ શુક્લધ્યાનનું સૂચક ચિત્રહસ્તાંગુલીચક્ર, ચિત્ર સહિત જ્ઞાનાવર્ણી, દર્શનાવર્ણી, વેદની, મોહની, આયુ, નામ, ગોત્ર અને અંતરાયકર્મ વિવરણ; ત્યાર પછી દષ્ટાંત-સમાધાન છે. તેમાં એક પ્રશ્ન:- આત્મા કેવો છે? કેવી રીતે પામીએ? તેના ઉપર દષ્ટાંત સંગ્રહ છે, તે પછી દષ્ટાંત ચિત્ર, આકિંચનભાવના અને ભેદજ્ઞાન (વર્ણન) કરીને આ ગ્રંથ સમાપ્ત કર્યો છે. આ ગ્રંથમાં કેવલ સ્વસ્વભાવસમ્યજ્ઞાનાનુભવ સૂચક શબ્દવર્ણન છે. કોઈ દષ્ટાંતમાં તર્ક કરશે કે- “સૂર્યમાં પ્રકાશ ક્યાંથી આવ્યો?” તેને સ્વસમ્યજ્ઞાનાનુભવ કે જે આ ગ્રંથનો સાર છે તેનો લાભ થશે નહિ. જેમ જૈન, વિષ્ણુ અને શિવાદિક મતવાળા પરસ્પર લડે છે-વૈરવિરોધ કરે છે–મતપક્ષમાં મગ્ન થયા છે અને મોહ-મમતા-માયામાનને તો છોડતા નથી તેમ આ પુસ્તકમાં વૈરવિરોધનાં વચન નથી, પરંતુ જે અવસ્થામાં સ્વસમ્યજ્ઞાન સૂતો છે તે અવસ્થામાં તન-મન-ધનવચનાદિથી તન્મયી આ જગત-સંસાર જાગતો છે તથા જે અવસ્થામાં આ જગત-સંસાર સૂતો છે તે અવસ્થામાં સ્વસમ્યજ્ઞાન જાગતો છે, એ વિરોધ તો અનાદિ અચલ છે, અને તે તો અમારાથી, તમારાથી, આનાથી કે તેનાથી મટવાનો નથી, મટશે નહિ અને મટયો નહોતો, આ પુસ્તક જૈન-વિષ્ણુ આદિ બધાયને વાંચવા યોગ્ય છે, કોઈ વિષ્ણુને આ પુસ્તક વાંચવાથી ભ્રાંતિ થાય કે “આ પુસ્તક જૈનોક્ત છે” તેને કહું છું કે-આ પુસ્તકની ભૂમિકાના પ્રથમારંભમાં જે મંત્ર નમસ્કાર છે તેને ભણીને ભ્રાંતિથી ભિન્ન થવું. સ્વભાવસૂચક જૈન-વિષ્ણુ આદિ આચાર્યના રચેલા સંસ્કૃત કાવ્યબંધગાથાબંધ ગ્રંથ ઘણા છે પરંતુ આ પણ એક નાનીસરખી અપૂર્વ વસ્તુ છે, જેમ ગોળ ખાવાથી મિષ્ટતાનો અનુભવ થાય છે તેમ આ પુસ્તકને આદિથી અંત સુધી પૂર્ણ વાંચવાથી પૂર્ણાનુભવ થશે, વિના દીઠ-વિના સમજે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com