________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨ ]
[ સમ્યજ્ઞાન દીપિકા સુગંધ નાસિકા દ્વારા ધારણ કરીને કસ્તૂરીને જંગલમાં અહીં ત્યાં ખોળતો ફરે છે ધસ્યો ધસ્યો દોડે છે, તે જ પ્રમાણે જીવની સમીપ જ જીવથી તન્મયરૂપ સ્વસમ્યજ્ઞાનમય પરમાત્મા છે છતાં તેને જીવ, આકાશ-પાતાળ-લોકાલોકમાં ખોળે છે, અજ્ઞાની જીવને એ ખબર નથી કે જેને હું શોધું છું તે વસ્તુ તો મારી મારા સમીપ જ છે-મારા સ્વસમ્યજ્ઞાનથી તન્મય છે અથવા હું પોતે સ્વસમ્યજ્ઞાનમય પરમાત્મા છું.
જેમ ઇન્દ્રજાળના ખેલ મિથ્યા છે તે જ પ્રમાણે આ સંસારના ખેલ મિથ્યા છે, માત્ર સ્વસમ્યજ્ઞાનમય પરમાત્મા સત્ય છે.
જેમ સ્વપ્નની માયા જૂઠી છે તે જ પ્રમાણે સંસારની માયા જૂઠી છે, માત્ર સ્વસમ્યજ્ઞાનમય પરમાત્મા સત્ય છે.
જેમ જ્યાં દેહ નથી ત્યાં જન્મ-મરણ-નામાદિક નથી અર્થાત્ જ્યાં દેહ છે ત્યાં જ તેનાથી તન્મય જન્મ-મરણ-નામાદિક છે.
જેમ ચાલતી ઘંટીના બે પત્થર વચ્ચે જેટલાં ઘઊં, ચણા, મગ, અડદ આદિ અનાજ નાખીએ તે બધાં પીસાઈ જઈ આટો બની જાય છે એક કણ-દાણો પણ બચતો નથી પરંતુ એ ચાલતી ચક્કીમાં કોઈ કોઈ દાણા લોખંડના ખીલડા નજીક રહે છે તે બચી જાય છે, તે જ પ્રમાણે સંસારચક્રની વચ્ચે પડેલો જીવ તો મરણાદિ દ્વારા નરકનિગોદમાં જઈને પડે છે, પરંતુ કોઈ કોઈ જીવ ગુરુ વચનોપદેશ દ્વારા પોતાના પોતામાં પોતામય સ્વસમ્યજ્ઞાનમય પરમાત્માથી તન્મયી શરણ થઈ જાય છે તે જીવ જન્મ-મરણનાં દુઃખથી બચી જાય છે.
જેમ સર્ષણી ૧૦૮ પુત્ર જણે છે, જણીને ગોળાકાર થઈ પોતાના દેહગોળાકારની વચ્ચે તે સર્વ પુત્ર સમુદાયને રાખી અનુક્રમપૂર્વક સર્વને ભક્ષણ કરી જાય છે પરંતુ તે ગોળાકારમાંથી કોઈ કોઈ નીકળી જાય છે તે બચી જાય છે, તે જ પ્રમાણે ઉત્સર્પિણીઅવસર્પિણીના ગોળાકારમાંથી કોઈ જીવ નીકળીને જુદો પડયો તે તો બચી ગયો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com