________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભ્રાંતિખંડન દષ્ટાંત ]
[ ૪૧
ત્યાગ કરે તો તેને મદોન્મત્તપણાનો ત્યાગ થશે. તે જ પ્રમાણે કોઈ જીવ, જાતિ-કુળ-રૂપ-તપ-બળ-વિદ્યા-લાભ અને અધિકાર એ આઠ મદનો સર્વથા પ્રકારથી ત્યાગ કરશે તો તે નિશ્ચય માર્દવ જે સ્વસ્વરૂપ-સમ્યજ્ઞાનગુણથી તન્મય થશે.
જેને તિલ-તુષમાત્ર પણ પરિગ્રહ નથી તથા જે પાંચ પ્રકારનાં શીરથી પણ કદી-કોઈ પ્રકારથી તન્મય નથી તે જ સદ્દગુરુ છે.
જેમ કોઈ મધ-ભાંગ આદિ પીવાથી મદોન્મત્ત છે તેને લૌકિકજન આ પ્રમાણે કહે છે કે ‘આ મતવાળો છે' એ જ પ્રમાણે કોઈ અપૂર્વ મતિમંદ મદિરા પીને મદોન્મત્ત થઈ રહ્યો છે તેવા આ જૈન મતવાળા, વિષ્ણુ મતવાળા, શિવ મતવાળા અને બૌદ્ધ મતવાળા ઇત્યાદિક છે, વળી તેને કોઈ કહે કે તમે કોણ છો ? ત્યારે તે પોતાના મુખથી આપોઆપ કહે છે કે- અમે જૈન મતવાળા, અમે વિષ્ણુ મતવાળા, અમે શિવ મતવાળા, અમે બૌદ્ધમતવાળા ઇત્યાદિ કહે છે, પણ એ બધા મતવાળા સ્વસ્વરૂપ-સ્વાનુભવગમ્ય-સમ્યજ્ઞાનમય સ્વભાવવસ્તુથી તન્મયી નથી.
6
જેમ સૂર્ય, પોતાનો સ્વભાવ-ગુણ-પ્રકાશ છોડતો નથી તે જ પ્રમાણે સ્વસમ્યગ્નાન પોતાના જ્ઞાનગુણને છોડતું નથી.
જેમ કોઈ કાંબળ ઓઢી મધપૂડાને તોડવા લાગ્યો, તે સમયે હજારો મધુમક્ષિકા (મધપૂડામાં) લાગેલી છે તો પણ તે પુરુષ અડંક રહે છે, તે જ પ્રમાણે કોઈ જીવે, ગુરુવચનઉપદેશથી સ્વસમ્યજ્ઞાનુભવરૂપ કાંબળ ઓઢી લીધી છે તેથી તેને સંસાર મક્ષિકા લાગતી નથી.
જેમ કાગપક્ષી બોલે છે તે જ પ્રમાણે કોઈને સ્વસમ્યજ્ઞાનાનુભવની તન્મયતા-પરમાવગાઢતા તો થઈ નથી અને તે મોટાં મોટાં વેદ-સિદ્ધાંતશાસ્ત્ર સૂત્ર ભણે છે તે કાગભાષણ તુલ્ય જાણવાં.
જેમ કસ્તૂરીઆ મૃગની સમીપ જ કસ્તૂરી છે પરંતુ કસ્તૂરીની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com