________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦ ]
[ સમ્યજ્ઞાન દીપિકા પણ એ વડે તે દર્પણ ઉષ્ણ-શીતલ થતું નથી તે જ પ્રમાણે સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સ્વચ્છ સમ્યજ્ઞાનમય દર્પણમાં સંસારનાં શુભાશુભ ક્રિયા-કર્મની પ્રતિછાયાનો ભાસ થાય છે પણ એ વડે તે સ્વચ્છ સમ્યજ્ઞાનમય દર્પણ રાગદ્વેષથી તન્મય થતું નથી.
જેમ આકાશમાં કાળા, પીળા, લાલ મેઘ-વાદળ-વીજળી આદિના અનેક વિકાર થાય છે તથા વિઘટી જાય છે તો પણ તે વડે આકાશ વિકારી થતું નથી, તે જ પ્રમાણે સ્વસમ્યજ્ઞાનમય આકાશમાં આ ક્રોધ-માન-માયા-લોભાદિક થવા છતાં પણ તે સ્વસમ્યજ્ઞાનમય (આકાશ ) રાગ-દ્વેષાદિકથી તન્મય થતું નથી.
જેમ જે ઘરમાં અગ્નિ લાગે છે તે ઘર તો સળગી જશે પરંતુ ઘરની અંદર-બહારનું જે આકાશ છે તે કદી પણ-કોઈ પ્રકારથી પણ જલવા-બળવાનું નથી. તે જ પ્રમાણે દેહ-શરીરરૂપ ઘરમાં આધિવ્યાધિ રોગાદિ અગ્નિ લાગે તો દેહ-શરીર રૂપ ઘર તો જલશે-બળશે, પરંતુ દેહ-શરીર વા લોકાલોકની અંદર-બહાર આકાશવત્ સ્વસ્વરૂપ સમ્યજ્ઞાનમય (આકાશ) છે તે કદી પણ કોઈ પ્રકારથી પણ જલશેબળશે વા જન્મશે-મરશે નહિ.
જેમ સૂકા છાણાને ણમાત્ર પણ અગ્નિ લાગી જાય તો તે અગ્નિના પ્રસંગથી એ સૂકું છાણું અનુક્રમે બળી જાય છે તે જ પ્રમાણે કોઈ જીવને શ્રી સદ્દગુરુ વચનોપદેશદ્વારા એક નેત્રના ટીમકાર સમયકાળ માત્ર પણ સમ્યજ્ઞાનાગ્નિ તન્મયરૂપ લાગી જાય તો તે જીવનાં દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ અનુક્રમપૂર્વક જલી-બળી જાય છે, એમાં કદી પણ કોઈ પ્રકારથી સંદેહ નથી.
જેમ કોઈ સ્ત્રી પોતાના સ્વભર્તારને તજીને અન્ય પુરુષની સાથે સેવા-રમણ આદિ કરે છે તો તે સ્ત્રી વ્યભિચારણી-મિથ્યાત્વણી છે. તે જ પ્રમાણે કોઈ પોતાના પોતામાં પોતામય સ્વસમ્યજ્ઞાનમયદેવને છોડીને અજ્ઞાનમયદેવની સેવા ભક્તિમાં લીન છે તો તે મિથ્યાદષ્ટિ છે.
જેમ કોઈ મદિરાનો વ્યસની (મદિરા ) પીવાનો સર્વથા પ્રકારથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com