________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભ્રાંતિખંડન દષ્ટાંત ]
[ ૩૯
જાય તો અષ્ટ કર્માદિ નામકર્મ સુદ્ધાં બાળી નાખે છે ત્યાર બાદ જે બચવા જોગ છે તેનું તે જ સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમય સ્વભાવવસ્તુ અખંડ અવિનાશી રહેશે.
જેમ કાષ્ટ-પાષાણની ચિત્રની સ્ત્રીના આકારની પૂતળીને તીવ્ર રાગભાવથી દેખતાં દેખતાં કોઈ કામીના વીર્યનો બંધ છૂટી જાય છે તે જ પ્રમાણે કોઈ ધાતુ-પાષાણની પદ્માસન, ખાસન ધ્યાનમુદ્રા સહિત વૈરાગ્યસૂચક મૂર્તિને કોઈ મુમુક્ષુ પોતાના તીવ્ર વીતરાગભાવસહિત દેખે તો તેના અષ્ટકર્મના બંધ તત્કાલ છૂટી જાય છે.
જેમ વ્યભિચારણી સ્ત્રી પોતાનાં ઘરકાર્ય કરે છે પરંતુ તેના અંતઃકરણમાં વાસના તો વ્યભિચારી પુરુષ તરફ લાગી રહી છે, તે જ પ્રમાણે સમ્યગ્દષ્ટિ સંસારિક કામકાજ કરે છે પરંતુ તેના અંતઃકરણમાં સ્વસ્વરૂપસ્વાનુભવગમ્ય સમ્યગ્નાનની દઢ-અચળ વાસના છે, અર્થાત્ સ્વસમ્યજ્ઞાનને અને પોતાને અગ્નિ-ઉષ્ણતાવત્ એક તન્મય સમજે છે-માને છે.
જેમ કોઈ મુનીમ, દુકાન વા ઘરનું કામકાજ રાગ-દ્વેષ મમતામોહ સહિત કરે છે પરંતુ તેના અંતઃકરણમાં અચળતા આવી છે કેધન પરિગ્રહ તથા ધન પરિગ્રહનું શુભાશુભ ફળ મારું નથી પણ શેઠનું છે તે જ પ્રમાણે સમ્યગ્દષ્ટિ, ચારિત્રના દોષથી સંસારના શુભાશુભ વ્યવહાર ક્રિયાકર્મ રાગદ્વેષ-મમતા-મોહ સહિત કરે છે પરંતુ તેના અંતઃકરણમાં દઢ અચલ અવગાઢ (વિશ્વાસ) આવ્યો છે કે–સંસારના જેટલાં કોઈ શુભાશુભ વ્યવહાર, ક્રિયાકર્મ, રાગ-દ્વેષાદિક તથા તેનાં શુભાશુભ ફળ છે તે મારા સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમય સ્વભાવવસ્તુથી તન્મય નથી પણ આ સંસારનાં શુભાશુભ કર્માદિક છે તે બધાં તન-મન-વચનથી તન્મયી છે–તેનાં જ છે.
જેમ સ્વચ્છદર્પણમાં અગ્નિ અને જળની પ્રતિછાયા દેખાય છે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com