________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮ ]
[ સમ્યજ્ઞાન દીપિકા અગ્નિ સળગાવી દે છે તથા ચામડાં-મળાદિક નાખવામાં આવે તો તેને પણ અગ્નિ સળગાવી દે છે, તે જ પ્રમાણે સમ્યજ્ઞાનાગ્નિમાં આ શુભાશુભ પાપ-પુણ્યાદિ સળગી જાય છે અર્થાત્ રહેતાં નથી.
જેમ એક જાતિનો એક સ્વરૂપનો એક તેજવાળો એક ગુણાદિસહિત રત્નનો ઢગલો દૂરથી એક જ દેખાય છે પરંતુ તે રતન (પ્રત્યેક) ભિન્ન ભિન્ન છે. જેમ અગ્નિના અંગારાનો ઢગલો દૂરથી એક સરખો દેખાય છે પણ તે અંગારા ભિન્ન ભિન્ન છે તે જ પ્રમાણે જીવરાશિ ભિન્ન-ભિન્ન છે, પણ એ સર્વના ગુણ-લક્ષણ-જાતિ-નામાદિક એક છે.
જેમ દહીંને મંથન કરીને તેમાંથી માખણ કાઢી પાછું તે માખણને પેલા છાશ-મઠ્ઠામાં નાખી દે તો પણ તે માખણ પેલા છાશમઠ્ઠામાં મળી જઈને એકરૂપ થવાનું નથી, તે જ પ્રમાણે ગુરુ, સંસાર સાગરમાંથી જીવને કાઢી પાછો એ જ સંસારસાગરમાં નાખી દે તો પણ તે જીવ, સંસાર સાગરની સાથે અગ્નિ-ઉષ્ણતાવત્ મળીને એકરૂપ થવાનો નથી.
જેમ કોઈની પાસે સર્પ વિષનિવારક જડીબુટ્ટી કે મંત્ર છે તો તે સર્પથી ડરતો નથી તેમ કોઈની પાસે સ્વસ્વરૂપ સમ્યજ્ઞાનમય તન્મયતા છે તે સંસાર સર્પથી ડરતો નથી.
જેમ કુંભકારનું ચક્ર દંડાદિકના પ્રસંગથી ફરે છે અને દંડાદિકનો પ્રસંગ ભિન્ન થયા પછી પણ તે ચક્ર કંઈક થોડા વખત સુધી પણ ફરતું રહે છે તે જ પ્રમાણે કોઈ જીવનાં ચાર ઘાતિકર્મો ભિન્ન થયા પછી પણ પૂર્વ પ્રયોગવશ (અમુક દોષદ્વારા) કંઈક કિંચિત્ કાળ સુધી સંસારમાં ભમે છે.
જેમ છાણના સૂકા છાણાને એક કણિકામાત્ર પણ જો અગ્નિ લાગી ગઈ તો તે અગ્નિ એ સૂકા છાણના છાણાને અનુક્રમથી બાળી ભસ્મ કરી દે છે, તે જ પ્રમાણે કોઈ જીવને ગુરુઉપદેશથી એક સમયકાળમાત્ર પણ સમ્યજ્ઞાનાગ્નિ તન્મયરૂપ લાગી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com