________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભ્રાંતિખંડન દષ્ટાંત ]
[ ૩૭ જેમ કોરા નવીન પાકા માટીના કળશ ઉપર પવનના પ્રસંગથી રજરેણું આવી લાગે છે તેમ સમ્યગ્દષ્ટિને કર્મર આવી લાગે છે. વળી જેમ ઘણા વર્ષથી તેલના ભરેલા ચીકણા માટીના ઘડા ઉપર પવનના પ્રસંગથી રજરેણુ આવીને લાગે છે તેમ મિથ્યાષ્ટિને કર્મવર્ગણા આવી લાગે છે.
જેમ કોઈ મૂંગા પુરુષના મુખમાં સાકર-ગોળ-ખાંડ નાખી દીધા હોય અને તેને જે મિઠાશનો અનુભવ થયો તે પેલો મૂંગો કહી શકતો નથી. તે જ પ્રમાણે કોઈ જીવને ગુરુઉપદેશથી પોતાનો પોતાને પોતામાં પોતામય સ્વસ્વરૂપ સમ્યજ્ઞાનાનુભવ થયો પરંતુ તે કહી શકતો નથી.
પ્રશ્ન- ગુરુ, સ્વસ્વરૂપ સમ્યજ્ઞાનાનુભવ કેવી રીતે આપતા
હશે?
ઉત્તરઃ- ગુરુની ગુરુ જ જાણે! તો પણ કંઈક કહું છું! જેમ કોઈ ચંદ્રદર્શનનો ઇચ્છક ગુરુને જિજ્ઞાસાથી પૂછે છે કે “ચંદ્ર ક્યાં છે?' ત્યારે ગુરુએ કહ્યું કે-“એ ચંદ્રમા મારી આંગળીની ઉપર છે' ઇત્યાદિ અનેક પ્રકારથી ગુરુ સ્વસ્વરૂપ સમ્યજ્ઞાનાનુભવ આપે છે.
જેમ કોઈ પુરુષની સ્ત્રીએ પોતાના ભરથારને કહ્યું કે-તમે આ બાળકને રમાડો-ગોદમાં લ્યો તો હું ઘરકામ કરું, ત્યારે તે પુરુષ પોતાના પુત્રને પોતાની ગોદમાં લઈ રમાડવા લાગ્યો, તે જ સમયે બાળક રડવા લાગ્યો એટલે પિતા, પેલા બાળકની સ્થિરતા-સુખ માટે કહે છે કે- “હે પુત્ર! રૂદન ન કર! આપણી માતા ( અંદર) બેઠી છે”. અહીં વિચારવું જોઈએ કે-માતા તો તે બાળકની છે, પુરુષની નથી, પુરુષની તો એ સ્ત્રી છે અને સ્ત્રીને માતા કહેવી એ વ્યવહાર વિરૂદ્ધ છે તો પણ બાળકની સ્થિરતા-શાંતિ માટે તે પુરુષ વ્યવહાર વિરૂદ્ધ વચન પણ બોલે છે, તે જ પ્રમાણે શિષ્યમંડળના સુખ-સ્થિરતા માટે ગુરુ કોઈવાર અપભ્રંશ વચન બોલે છે પણ ગુનો હેતુ ઉત્તમ છે.
જેમ અગ્નિમાં કપૂર-ચંદનાદિક નાખવામાં આવે તેને પણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com