________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬ ]
[ સમ્યજ્ઞાન દીપિકા પ્રકાશમાં પાપ-પુણ્ય-જન્મ-મરણ, કર્માદિક શુભાશુભ થાય છે તેનું ફળ અને મૂલાદિક છે તે સમ્યજ્ઞાનમય સ્વભાવસૂર્યને પહોંચતાં નથી લાગતાં નથી-તન્મય થતાં નથી.
જેમ સૂર્યને સૂર્ય દેખવાની ઇચ્છા સંભવતી નથી તે જ પ્રમાણે જ્ઞાનમય પરમાત્માને જ્ઞાનમય પરમાત્મા દેખવાની ઇચ્છા સંભવતી નથી.
જેમ ધોબી નિર્મળ જળના ભરેલા તળાવમાં કપડાં ધોવે છે તેને જળ પીવાની તરસ લાગી છે ત્યાં એ મૂર્ખ ધોબી વિચાર કરે છે કેઆ બે કપડાં ધોઈ પછી જળ પીશ, વળી એ બે વસ્ત્ર ધોયા પછી ફરી પણ એવો જ વિચાર કર્યો કે-આ ધોઈ પછી (જળ પીશ), પછી આ ધોઈ–પછી આ ધોઈ એમ અનુક્રમે સંકલ્પ (વિચાર) કરતો કરતો તે ધોબી નિર્મળ જળમાં ને નિર્મળ જળમાં મરી ગયો પરંતુ જળ પીધું નહિ, એ જ પ્રમાણે સર્વ જીવરાશિ નિર્મળ સમ્યજ્ઞાનમય જળના ભર્યા સમુદ્રમાં પરવસ્તુને ઉજ્વલ કરે છે- (એટલે સાફ કરે છે ) “આ કર્યા પછી ગુરુઉપદેશ દ્વારા સમ્યજ્ઞાનરૂપી નીર પી કરી સુખી થઈશ, પાછો વળી આ કર્યા પછી સમ્યજ્ઞાનમય નીર ગુરુઉપદેશથી પીશ.” એમ કરતાં કરતાં મરણ કરીને ક્યાંયનો ક્યાંય ચાલ્યો જાય છે. (ચિત્ર ક્રમાંક: ૧૨)
જેમ ધોબી મેલા કપડાંને સાબુ ક્ષાર અને પત્થર આદિના નિમિત્તથી ધોવે છે પરંતુ તે ધોબી વસ્ત્ર-સાબુ-ક્ષાર અને શિલાદિકની સાથે તન્મય થઈને નથી ધોતો, તેવી જ રીતે શુભાશુભ લાગેલી કાલિમાને સમ્યગ્દષ્ટિ ધોવે છે પરંતુ તે સમ્યગ્દષ્ટિ શુભાશુભથી અને શુભાશુભનાં જેટલાં વ્યવહાર ક્રિયા-કર્મ છે તેનાથી તન્મય થઈને નથી ધોતો.
(દોહરો) ભેદજ્ઞાન સાબુ ભયો, સમરસ નિર્મળ નીર;
ધોબી અંતર આત્મા, ધોવે નિજગુણ ચીર. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com