________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભ્રાંતિખંડન દાંત ]
જેમ સમુદ્ર, સ્વભાવમાં તો જેવો છે. તેવો છે, તો પણ વ્યવહારનયવશાત્ સમુદ્ર કિનારો હદપ્રમાણ છે માટે સમુદ્ર બંધાયેલો છે; વળી સમુદ્રને કોઈએ બંધ કર્યો નથી માટે એ જ સમુદ્ર મુક્ત છે, એ જ પ્રમાણે સ્વયંસિદ્ધ પરમાત્મા વ્યવહારનયથી બંધ-મુક્ત (રૂપ ) છે પણ સ્વભાવ સમ્યજ્ઞાનમાં-સ્વાનુભવદષ્ટિમાં જોઈએ તો બંધમુક્ત તો દૂર રહો પરંતુ બંધ-મુક્તની કલ્પનાનો અંશ પણ તેને સંભવતો નથી.
જેમ સૂર્યની અંદર અંધકાર નથી તેમ આ જગત સંસાર ( રૂપ અંધકાર) સ્વાનુભવ સમ્યગ્વજ્ઞાનમય સૂર્યની અંદર નથી.
જેમ સૂર્ય અને અંધકારની એકતા તન્મયતા નથી તે જ પ્રમાણે જ્ઞાનમય પરમાત્મા અને જગત સંસારની એક તન્મયતા નથી.
જેમ બકરાની મંડળીમાં જન્મ સમયથી જ ભ્રમથી પરવશપણે સિંધુ રહે છે તથા બીજો સિંહ જંગલમાં સ્વાધીન રહે છે, એ બન્ને સિંહોનાં જાતિ-લક્ષણ-સ્વરૂપ અને નામાદિક એક જ છે પરંતુ પરસ્પરની અભેદતામાં નિશ્ચયે ભેદ છે. તે જ પ્રમાણે નિગોદથી માંડીને મોક્ષ સુધી વા સમ્યજ્ઞાન-સ્વભાવ સુધી જીવ રાશિ, નામ, જાતિ, લક્ષણાદિક સહિત એક જ છે પરંતુ પરસ્પર અભેદસ્વરૂપમાં ભેદ છે; એ ભેદબુદ્ધિ તથા અભેદબુદ્ધિની કલ્પનાનું વિઘ્ન-દુ:ખ શ્રીસદ્ગુરુના ચરણશરણ થવાથી મટશે.
જેમ એક મોટા-પહોળા-લાંબા ઘણા વિસ્તીર્ણ પ્રમાણના સ્વચ્છ દર્પણમાં અનેક પ્રકારની અનેક ચલ અચલ રંગ-બેરંગી વસ્તુઓ દેખાય છે તે જ પ્રમાણે સ્વચ્છ જ્ઞાનમય દર્પણમાં આ અનેક વિચિત્રતામય જગત-સંસાર દેખાય છે.
જેમ સૂર્યના પ્રકાશમાં કોઈ પાપ કરે છે, કોઈ પુણ્ય કરે છે, કોઈ મરે છે, કોઈ જન્મે છે, ઇત્યાદિનું શુભાશુભ, પાપ-પુણ્ય-જન્મમરણાદિક સૂર્યને લાગતા નથી સૂર્યથી, એ જન્મ-મરણ-પાપ-પુણ્ય તન્મયી થતાં નથી; તે જ પ્રમાણે સમ્યજ્ઞાનમય સ્વભાવસૂર્યના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com