________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪ ]
[ સમ્યજ્ઞાન દીપિકા જેમ સોનાનું કડું-મુદ્રિકા-કંઠી-દોરો-અને મહોર વગેરે નિશ્ચય સ્વાભાવષ્ટિથી જોઈએ તો તે સોનાથી ભિન્ન નથી તે જ પ્રમાણે સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સિદ્ધપરમેષ્ઠિ પરમાત્માથી નિગોદથી માંડીને મોક્ષ પર્યત જેટલી જીવરાશિ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી છે, તે નિશ્ચયસ્વભાવ દષ્ટિથી જોઈએ તો ભિન્ન નથી.
અપૂર્વ અનુભવ આપું છું-સાંભળો! કોઈ જીવ પોતાને જ સિદ્ધપરમેષ્ઠિથી ભિન્ન સમજે છે તથા પોતાને જ સિદ્ધપરમેષ્ઠિથી અભિન્ન સમજે છે એવી બન્ને કલ્પના જે જીવના અંત:કરણમાં અચલ છે તે જીવ મિથ્યાષ્ટિ છે.
જેમ લૌકિકમાં આવું કહેવું પ્રસિદ્ધ છે કે-જુઓ ભાઈ ! તમે સમજી કરીને કામ-કાર્ય-કર્મ કર્યું હોત તો તમને આ નુકશાન શા માટે થાત? અર્થાત્ સદ્દગુરુના ઉપદેશવચનદ્વારા કોઈ જીવ પોતાના પોતામાં પોતામય સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવને સમજીને પૂર્વકર્મપ્રયોગવશાત્ શુભાશુભ કામ-કર્મ-કાર્ય કરે છે તેના સમ્યજ્ઞાનસ્વરૂપ ધનને કદી પણ નુકશાન થવાનું નથી.
જેમ લૌકિકમાં આમ કહેવાનું પ્રસિદ્ધ છે કે જુઓ ભાઈ ! માર્ગમાં કંટકાદિક વિપ્ન ઘણાં છે માટે તેનાથી બચીને જવું, એ જ પ્રમાણે કોઈ જીવ સદ્ગુરુ ઉપદેશવચન દ્વારા પોતાના પોતામાં પોતામય સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવને તન મન ધન વચનથી તથા તન મન ધન વચનનાં જેટલાં કોઈ શુભાશુભ વ્યવહારક્રિયા-કર્મોથી (પોતાને) બચાવીને-બચીને પછી ત્રણસો તેંતાલીસ ઘનરાજુ પ્રમાણ આ લોકમાં ભ્રમણ કરે તો પણ સ્વભાવ સમ્યજ્ઞાન છે તે સંસારમાં ફરવાનું નથી.
જેમ ચક્કીના પત્થર ઉપર બેઠેલી માંખ છે તે ચક્કીનો પાટ (પત્થર) ચારે તરફ ગોળ ફરે છે તેમ તેના ઉપર બેઠેલી માંખ પણ ફરે છે તે જ પ્રમાણે સ્વભાવથી અચલ સમ્યજ્ઞાનમયી પરમાત્મા સંસાર-ચક્ર ઉપર ફરે છે તો પણ તે અચલનો અચલ જ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com