SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભ્રાંતિખંડન દષ્ટાંત ] [ ૩૩ (નથની) તારા જ સમીપ છે; જો આ દર્પણમાં! ત્યારે તે સ્ત્રી દર્પણમાં પોતાનું મુખ જોવા લાગી, તે જ સમયે પોતાના કંઠઆભરણમાં લાગેલી નથની પોતાની પોતાના સમીપ દેખીને તે સ્ત્રીએ ગુરુને કહ્યું કે- “સ્વામી! મારી નથની મારા સમીપ જ છે. એ જ પ્રમાણે સિદ્ધપરમેષ્ઠિથી સિદ્ધપરમેષ્ઠિ ભિન્ન નથી ૮. પ્રશ્ન:- “હું તો સિદ્ધપરમેષ્ઠિથી ભિન્ન છું? ઉત્તર:- જેમ સૂર્યથી અંધકાર ભિન્ન છે તે પ્રમાણે તું સિદ્ધપરમેષ્ઠિથી ભિન્ન છે ત્યારે તો તું ક્રોડ તપ-જપ-વ્રત-શીલ-દાનપુજાદિક શુભાશુભ કર્મ-ક્રિયા કરતો છતાં પણ કદાચિત્ કોઈ પ્રકારથી પણ સિદ્ધપરમેષ્ઠિથી એક તન્મયી ન થયો છે, ન થઈશ કે ન છે; તથા જેમ સૂર્યથી પ્રકાશ એક તન્મય-અભિન્ન છે તે પ્રમાણે તું સિદ્ધપરમેષ્ઠિથી એક-તન્મય-અભિન્ન છે તોપણ તું સિદ્ધપરમેષ્ઠિથી એક-તન્મય-અભિન્ન થવા માટે ક્રોડો જપ-તપ-વ્રત-શીલ-દાનપૂજાદિક શુભાશુભ કર્મ-ક્રિયા કરતો છતાં પણ કદાચિત કોઈ પ્રકારથી પણ સિદ્ધપરમેષ્ઠિથી એક તન્મયી થવાનો નથી-થયો નથી કે છે નહિ. સિદ્ધપરમેષ્ઠિથી એકતા અને ભિન્નતાની એ બન્ને ભ્રાંતિ-વિકલ્પપણું સ્વભાવ-સમ્યજ્ઞાનમાં કદી પણ સંભવતું નથી. જેમ કંઠમાં મોતીની માલા છે તે મોતીની માળા મોતીની માળાની સમીપ તન્મયી જ છે તેને ભ્રમ-ભ્રાંતિથી અન્ય સ્થાનમાં ગોતે છે (ચિત્ર ક્રમાંક: ૧૧) તેને ગુરુએ કહ્યું કે-અન્ય સ્થાનમાં મોતીની માળા નથી પણ તારા જ કંઠમાં મોતીની માળા છે તે મોતીની માળાથી તન્મય સમીપ છે, એ જ પ્રમાણે સિદ્ધપરમેષ્ઠિ છે તે સિદ્ધપરમેષ્ઠિથી તન્મય સમીપ જ છે. જેમ સૂર્યને દેખવાથી સૂર્યની નિશ્ચયતા-સૂર્યનો અનુભવ થાય છે તે જ પ્રમાણે સિદ્ધપરમેષ્ઠિ પરમાત્મા સમ્યજ્ઞાનમયી-સ્વભાવસૂર્યને દેખવાથી સિદ્ધપરમેષ્ઠિ પરમાત્મા સમ્યજ્ઞાનમયી સ્વભાવ સૂર્યનો નિશ્ચય-સ્વાનુભવ થાય છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008311
Book TitleSamaya Gyan Dipika
Original Sutra AuthorN/A
AuthorDharmadas
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1991
Total Pages153
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy