________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર ]
[ સમ્યજ્ઞાન દીપિકા એ તાંસળામાં જળ છે તેમાંથી તું એક અંજલિ જેટલું જળ પી, ત્યારે શિષ્ય જળ પીવા લાગ્યો, કંઈક થોડું પીધું પીતાંની સાથે જ શિષ્યને લૂણનો અનુભવ તે જ સમયે થયો અને કહ્યું કે હું ગુરુજી! લૂણ છે. એ જ પ્રમાણે તન-મન-ધન-વચનથી તથા તન-મન-ધન-વચનનાં જેટલાં કોઈ શુભાશુભવ્યવહાર ક્રિયાકર્માદિક તેનાથી સર્વથા પ્રકારે ભિન્ન સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી પરમબ્રહ્મ પરમાત્મા સદાકાળ જાગતી જ્યોત જ્યાં (તેનો ) નિષેધ છે ત્યાં જ છે અને તે સ્વાનુભવમાત્ર ગમ્ય છે.
કોઈ જીવ પોતાને આ પ્રમાણે માને છે—જાણે છે-કહે છે કેહું સિદ્ધપરમેષ્ઠિ-પરબ્રહ્મ-પરમાત્મા નથી તેની એકતા-તન્મયતા અર્થે દષ્ટાંત દ્વારા ગુરુ સમાધાન આપે છે કે-હું શિષ્ય! આ ભુવનમાં તું ઉચ્ચ સ્વરથી આવો અવાજ કર કે “તું હી” ત્યારે ગુરુ આજ્ઞાનુસાર શિષ્ય તે ભુવનમાં જઈને ઉચ્ચ સ્વરથી કહ્યું કે- “તું હી ” ત્યારે તે ભુવનના આકાશમાંથી પ્રતિઅવાજ-ધ્વનિ એવી જ આવી કે તું હી ” ત્યારે તે શિષ્યના અંતઃકરણમાં આવો અચલ નિશ્ચય થયો કે જે સિદ્ધ પરમાત્માની વાર્તા કર્ણ દ્વારા સાંભળતો હતો તે તો સ્વાનુભવગમ્ય માત્ર હું જ છું.
સિદ્ધ પરમેષ્ઠિ પરમાત્માને જે પોતાના સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવથી ભિન્ન સમજે છે–માને છે–કહે છે તેના સમાધાન અર્થ ગુરુ કહે છે કે તમારું તમારા જ સમીપ છે; અહીં ત્રણ દષ્ટાંત દ્વારા સ્વસ્વરૂપ સમ્યજ્ઞાનનો અનુભવ આપું છું, તે શ્રવણ કરો, જેમ એક સ્ત્રીએ પોતાની નથની નાકમાંથી કાઢીને પોતાના જ કંઠના આભરણમાં પરોવી દઈને પછી ઘરનો કાર્ય-ધંધો કરવામાં એકાગ્રચિત્ત થઈ, બે ચાર ઘડી પછી તે સ્ત્રીએ પોતાના નાકને હાથ લગાવ્યો ત્યારે તે સ્ત્રીને એવી ભ્રાંતિ થઈ કે નથની મારી સમીપ નથી, હાય! મારી નથની ક્યાં ગઈ?' ઇત્યાદિ ભ્રાંતિવડે તે દુઃખી થઈ શ્રીગુરુના ચરણ શરણ આવીને ગુરુને કહ્યું કે- “સ્વામિ ! મારી નથની-મારી સમીપ નથી, ન જાણે ક્યાં ગઈ?” ત્યારે ગુરુએ કહ્યું કે “તારી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com